મેળા અને એમ્યુઝમેન્ટ પાર્કમાં વિવિધ પ્રકારની રાઇડ્સ લગાડવામાં આવે છે. જેમાં બાળકો બેસી અને મજા માણતા હોય છે. આ રાઈટ્સ આનંદ તો આપે છે પરંતુ તે પણ જરૂરી હોય છે કે તેમાં સુરક્ષાની બરાબર ચકાસણી કરવામાં આવે. જો તેમાં સુરક્ષાની ખામી હોય તો ભયંકર દુર્ઘટના સર્જાઈ શકે છે.
આ વાતનું ઉદાહરણ તાજેતરમાં ભાવનગરમાં જોવા મળ્યું જ્યાં એક કોન્ટ્રાક્ટર ની બેદરકારીના કારણે આઠ વર્ષની બાળકીને જીવ ગુમાવવો પડ્યો. ભાવનગર મહાનગરપાલિકાએ 11 કરોડના ખર્ચે એક લેખ તૈયાર કર્યું છે જેમાં ફરવા માટે મોટી સંખ્યામાં લોકો આવે છે. થોડા સમય પહેલા અહીં એક પરિવાર ફરવા આવ્યો હતો જેમાં આઠ વર્ષની દીકરી પણ હતી.
આઠ વર્ષની માસુમ દીકરીને પરિવારે ઇલેક્ટ્રીક રેલગાડીમાં બેસાડી. બાળકીનું નામ જાનવી હતું અને તેની ઈચ્છા પિતાએ પૂરી કરી પરંતુ પિતાને પણ ખબર ન હતી કે હવે શું થવાનું છે.
બાળકી ટ્રેનમાં બેઠી કે તુરંત જ તેને જોરદાર કરંટ લાગી ગયો. તેને તુરંત જ સારવાર માટે ખસેડવામાં આવી પરંતુ ફરજ પરના તબીબો એ તેને મૃત જાહેર કરી. આ વાતને લઈને લોકોમાં ભારે રોશની લાગણી વ્યાપી ગઈ.
આ ઘટનાના પડદા ગાંધીનગર સુધી પડ્યા અને શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ કમિશનરને જવાબદાર લોકો સામે કડક પગલાં ભરવાની સૂચના આપી. જોકે આ ઘટનામાં જવાબદાર લોકો સામે પગલાં તો ભરવામાં આવશે પરંતુ તેનાથી માસુમ બાળકીનો જીવતો પરત નહીં આવી જાય. આવી સ્થિતિમાં જ્યારે પણ બાળકો માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવે તો તેની સુરક્ષા ની ચકાસણી કરવાની ખાતરી રાખવી જોઈએ.