મોરબીના આ પરિવારને મળ્યો માતા મોગલ નો પરચો… માનતા પૂરી કરવા ગયા ત્યારે મણીધર બાપુએ કહ્યું આવી વાત

માતા મોગલના ધામ કબરાઉ ખાતે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવતા હોય છે. માતા પોતાના ભક્તોને દુઃખી જોઈ શકતા નથી તેથી દરેક ભક્તની દરેક મનોકામના માતા પૂરી કરે છે. જેના પર માતા મોગલ નો હાથ હોય છે તે ક્યારેય દુઃખી રહેતા નથી.

આજ સુધીમાં લાખો ભક્તોને માતા મોગલ નો પરચો મળી ચૂક્યો છે. આજે તમને એક આવા જ ભક્તોને મળેલા પરચા વિશે જણાવીએ. આ ભક્તો મોરબીનો રહેવાસી છે અને આહીર પરિવારમાંથી આવે છે. તેમને સંતાન પ્રાપ્તિ માટે માતા મોગલ ની બાધા રાખી હતી.

તેણે નક્કી કર્યું હતું કે જ્યારે તેના ઘરે બાળકનો જન્મ થશે ત્યારે તે માતાના મંદિરમાં સોનાનું છત્ર અર્પણ કરશે. માનતા રાખ્યા ના થોડા સમયમાં મોરબીના આ આહીર પરિવારમાં બે દીકરીઓનો જન્મ થયો. દીકરીઓના જન્મની સાથે જ પરિવારના દરેક સભ્ય ખુશીથી ઝૂમી ઉઠ્યા.

પરિવારના લોકો પોતાની માનતા પૂરી કરવા માટે તુરંત જ કચ્છ પણ આવ્યા અને મણીધર બાપુના ચરણોમાં સોનાનું છત્ર અર્પણ કર્યું. મણીધર બાપુએ છત્ર પરિવારને પાછું આપી દીધું અને કહ્યું કે તેમની માનતા પૂરી થઈ ગઈ છે. માથાને સોના ચાંદીની જરૂર નથી ફક્ત સાચા દિલથી ભક્તિ કરે એ જ પૂરતું છે.

Leave a Comment