માતાના ચરણોમાં શીશ ઝૂકાવવા માટે મોટી સંખ્યામાં રોજ લોકો આવે છે. તેમાંથી દરેક વ્યક્તિ એવી હોય છે કે જેને માતાનો પરચો મળ્યો હોય. ઘણા લોકોના તો એવા કામ માતાની માનતા રાખવાથી પૂરા થઈ જાય છે કે તેને પૂરા થયા ની સાથે જ લોકો હજારો રૂપિયા લઈને મોગલ ધામ આવતા હોય છે.
મોગલધામ ખાતે મણીધર બાપુ બિરાજે છે. તેઓ પૈસા લઈને આવતા ભક્તોને હંમેશા એક જ વાત કહે છે કે માતાને પૈસાની નહીં પણ ભક્તના વિશ્વાસ અને શ્રદ્ધાની જરૂર છે. મોગલ મા ના ભક્તોએ માથામાં અતૂટ વિશ્વાસ રાખવો જોઈએ તેનાથી બધી જ મનોકામના પૂર્ણ થાય છે.
માતાના ચરણે આવેલ વ્યક્તિ ક્યારે દુઃખી મનથી પાછો જતો નથી. આજ કારણ છે કે વર્ષ દરમિયાન અનેક ભક્તો અહીં દર્શન કરવા અને આશીર્વાદ લેવા આવે છે. માતા મોગલ બધા જ ભક્તોના જીવનને ખુશીઓથી ભરી દે છે.
આવી જ રીતે મોરબી થી એક મહિલા માતા મોગલ ના આશીર્વાદ લેવા આવ્યા હતા. મહિલાનું નામ ગીતાબેન હતું અને તે કચ્છ આવ્યા હતા. કચ્છ આવીને તેમણે મણીધર બાપુ સામે 11000 રૂપિયા ધર્યા. મણીધર બાપુએ તેના રૂપિયો ની ઉપર એક રૂપિયો મૂકીને તે મહિલાને કહ્યું કે આ પૈસા મંદિરમાં નહીં પરંતુ તેમની દીકરીને આપી દેવામાં આવે માતા મોગલ ને તેની માનતા સ્વીકારી છે.