મોગલ ધામ ખાતે રોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવતા હોય છે. પરંતુ તાજેતરમાં એક યુવક 10,000 રૂપિયા લઈને મોગલ ધામ આવ્યો હતો. તેણે માતાજીની પૂજા અર્ચના કરી અને પછી તે મણીધર બાપુને મળવા પહોંચ્યો. તેણે મણીધર બાપુના હાથમાં 10000 રૂપિયા આપ્યા.
મણીધર બાપુએ તેની ઉપર એક રૂપિયો મૂકીને રૂપિયા યુવકને ભરત આપ્યા અને કહ્યું કે આ રૂપિયા તેની બહેન અને દીકરીને આપી દેવામાં આવે માતાએ તેની માનતા 100 ગણી સ્વીકારી લીધી છે. મણીધર બાપુએ સાથે એ પણ કહ્યું છે કે ભક્તોની શ્રદ્ધાથી જ માતા મોગલ રાજી રહે છે તેના માટે દાન ભેટ ની જરૂર નથી તેઓ માત્ર ભાવના ભૂખ્યા છે.
દુનિયાનો અંત જ્યાં થાય છે ત્યાં માતા મોગલ ની શરૂઆત થાય છે માતા મોગલ તેના ભક્તોને હંમેશા પ્રસન્ન રાખે છે. અહીં આવતા અનેક ભક્તોને માતા મોગલના ચમત્કારનો અનુભવ થયો છે. અનેક ભક્તોના એવા કામ માતા મોગલ ની માનતા રાખવાથી પૂરા થઈ જાય છે જેના વિશે કોઈએ કલ્પના પણ કરી ન હોય.
મોગલ ધામમાં દર્શન કરવા આવનાર કોઈપણ ભક્તની મનોકામના અધૂરી રહેતી નથી. અહીં દુઃખી મનથી ભક્ત આવે છે પણ માતા પોતાના ભક્તોને દુઃખી જોઈ શકતા નથી તેથી તેમના દુઃખ માતા હરિ લે છે. માનતા પૂરી થતાં ભક્તો પણ ગમે એટલા દૂર વસતા હોય તેઓ તુરંત જ માતાના દર્શન કરવા આવી જાય છે. મંદિર ખાતે અનેક ભક્તો હજારો રૂપિયા લઈને આવે છે પરંતુ મણીધર બાપુ એક પણ રૂપિયાની ભેટ સ્વીકારતા નથી.