ગત રવિવારે મોરબીમાં જુલતો પુલ તૂટી ગયો હતો અને તેના પડઘા દેશભરમાં પડ્યા હતા. જુલતા પુલની દુર્ઘટનાના કારણે ફક્ત મોરબીમાં જ નહીં ગુજરાતની જનતામાં પણ શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું. રવિવારની સાંજે મોરબીનો ઝુલતો પુલ તૂટી પડ્યો અને તેની સાથે જ 400 જેટલા લોકો મચ્છુ નદીમાં ખાબક્યા હતા. જેમાંથી 141 લોકોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢ્યા હતા.
આ દુર્ઘટનામાં 170 લોકોનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો. જો કે જે લોકોના મોત થયા તેમાં આરીફશાના પરિવારના એક કે બે નહીં પરંતુ આઠ લોકોનો સમાવેશ થાય છે. તે પોતાના પરિવાર સાથે જુલતા પુલ પર ફરવા ગયો હતો. પરંતુ તે સમયે તેને ખબર ન હતી કે જ્યારે તે ઘરે પરત ફરશે ત્યારે તેના પરિવારના આઠ સભ્યો તે ગુમાવી બેસશે. જોકે તેની દીકરી સહિત પરિવારના ચાર લોકોના મૃતદેહતો ઘટના પછી પણ લાપતા હતા.
આરીફશા મજૂરી કામ કરીને ગુજરાત ચલાવે છે અને તેના ઘરે જામનગરથી તેની બહેન અને પરિવારના લોકો આવ્યા હતા તેમની સાથે તેઓ રવિવારે રાત્રે ફરવા નીકળ્યા હતા. જ્યારે તે જુલતા પુલ પર ગયા ત્યારે તેની સાથે તેની પત્ની, દીકરી, દીકરો અને ભાભી, ભત્રીજો, બેન, બનેવી અને તેના દીકરા દીકરીનો સમાવેશ થતો હતો. તેઓ પુલ પર હતા અને પુલ તૂટી ગયો અને આ દુર્ઘટનામાં તેની પત્ની અને દીકરાનું મોત થયું અને તેનું મૃતદેહ મળ્યો જ્યારે દીકરી સહિત પરિવારના ચાર લોકો લાપતા હતા.
એક જ પરિવારના આઠ લોકો ફરવા ગયા હતા તેમાંથી ફક્ત આરીફ અને તેની ભાભી જીવતા નીકળ્યા તેમને પણ હાથમાં ફ્રેક્ચર સહિતની ઇજાઓ થઈ હતી. બાકી અન્ય બધા જ લોકોનું મોત થઈ જતા પરિવારમાં માતમ છવાઈ ગયો. આ ઘટનાને એક સપ્તાહ જેટલો સમય થવા આવ્યો પરંતુ તેના વિડીયો અને આ દુર્ઘટનાની યાદ હજી પણ લોકોના મનમાં તાજી છે.