રાજકોટના આ મંદિરમાં સંધ્યા સમય પછી કોઈપણ રોકાઈ શકતું નથી, કારણ છે અનોખું

સૌરાષ્ટ્રની ભૂમિ ખૂબ જ પવિત્ર અને સંતોની છે તેવું કહેવાય છે. અહીં અનેક મંદિરો આવેલા છે. અલગ અલગ મંદિરોમાં અલગ અલગ દેવી દેવતા બિરાજે છે અને સાથે જ તેમની માન્યતાઓ પણ અલગ અલગ હોય છે.

આવું જ એક મંદિર રાજકોટમાં આવેલું છે. રાજકોટના વડાડી નામના ગામમાં વિહત માતાના બેસણા છે. આ મંદિરમાં માતા વિહત સાક્ષાત બિરાજે છે. આ મંદિર નો ઇતિહાસ પણ ચોટીલાના ચામુંડા મંદિર જેટલો જ જૂનો છે.

ચામુંડા માતાજીનું જ એક સ્વરૂપ વિહત માતા છે. અહીં ડુંગર ઉપર માતાજી સ્વયંભૂ પ્રગટ થયા હતા. ત્યારથી અહીં અખંડ જ્યોત ચાલે છે. ભક્તો અહીં દૂર દૂરથી દર્શન કરવા આવે છે. ભક્તોનું કહેવું છે કે અહીં દર્શન કરવાથી હાથ પગના દુખાવા દૂર થાય છે.

હાથ પગની સમસ્યાઓ માટે લોકો અહીં લાકડાના હાથ પગ અને આંખ માતાજીને ચડાવે છે. જોકે આ મંદિરની અનોખી વાત એ છે કે અહીં સંધ્યા સમય પછી કોઈપણ રોકાઈ શકતું નથી.

સંધ્યા આરતી પછી પુજારી સહિતના બધા જ લોકોએ ડુંગર પરથી નીચે ઉતરી જવાનું હોય છે. કહેવાય છે કે માતાજી એ કોઈને મંદિરમાં રાત રોકાવાની પરવાનગી નથી આપી. અહીં દર્શન કરવાથી ભક્તોના દુઃખ દૂર થાય છે.

લોકો પોતાના રોગને દૂર કરવા માટે માનતા રાખે છે. મમતા પૂર્ણ થયા પછી લોકો અહીં લાકડાના હાથ પગ આંખ જેવા અંગો ચડાવવા પહોંચે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે.

Leave a Comment