આજના સમયમાં દેશની દીકરીઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે અને પોતાના પરિવાર તેમ જ રાજ્યનું નામ રોશન કરી રહી છે. આજે તમને આવી જ એક દીકરી વિશે જણાવીએ જેણે પોતાની મહેનતથી પોતાના માતા પિતાનું નામ તો રોશન કર્યું જ પરંતુ સાથે જ એક ઇતિહાસ પણ રચી દીધો છે.
આ દીકરીનું નામ પૂજા ગુપ્તા છે અને તને સાબિત કરી દીધું છે કે મહેનત કરવાથી જીવનના દરેક ક્ષેત્રમાં આગળ વધી શકાય છે. પૂજા ગુપ્તાએ પોતાની મહેનતથી પહેલા આઇપીએસ અને પછી આઈએએસ અધિકારી બનવા સુધીની સફર કરી.
પૂજા ગુપ્તા ના માતા રેખા ગુપ્તા દિલ્હીમાં જ એ.એસ.આઇ ના પદ ઉપર ફરજ નિભાવે છે. માતાને જોઈને પૂજાને પણ ઈચ્છા હતી કે તે યુ પી એસ સી ની પરીક્ષા પાસ કરીને ઉચ્ચ પદ ઉપર નોકરી કરે.
પૂજાય ધોરણ 12 સુધી અભ્યાસ કરીને યુપીએસસીની પરીક્ષાની તૈયારી પણ શરૂ કરી દીધી. તેના પિતા ખાનગી નોકરી કરતા હતા અને પૂજા એ પણ પોતાની મહેનતથી જ upsc ની પરીક્ષામાં તૈયારી કરી અને પરીક્ષા પાસ કરી આઈએએસ અધિકારી બની.