રામદેવપીરના મંદિરે ભક્તોએ જોયો એવો પરચો કે જેની ન કરી હોય કલ્પના… જાણો તમે પણ

આપણા દેશમાં લાખોની સંખ્યામાં મંદિરો આવેલા છે. દરેક મંદિર પોતાના કોઈને કોઈ ચમત્કારને કારણે જાણીતા હોય છે. મંદિરમાં ભક્તોને ઘણી વખત એવા પરચા જોવા મળે છે કે ભક્તોની શ્રદ્ધા તેની સાથે વધારે બંધાઈ જાય. લોકો પોતાની મનોકામના પૂર્ણ થાય તે માટે માનતા પણ રાખતા હોય છે.

ભગવાનના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવે છે. ઘણી વખત દર્શન કરવા ગયેલા ભક્તોને એવા ચમત્કાર જોવા મળે છે જેના વિશે કલ્પના પણ ન કરી હોય. આવું જ એક પરચો તાજેતરમાં રાજસ્થાનના શેરપુરમાં આવેલા રામદેવપીર મહારાજના મંદિરમાં થયો. આ મંદિરમાં રામદેવપીર સાક્ષાત બિરાજે છે

હાલ નોરતા નો તહેવાર ચાલી રહ્યો હોવાથી અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવતા હોય છે. દર્શન કરવા આવેલા તમામ ભક્તોએ પણ આ પરચો પોતાની નજરે જોયો અને તેને વીડિયોમાં પણ કેદ કર્યો. આ વિડીયો સોશિયલ મીડિયા પર શેર થતા ની સાથે જ વાયરલ થવા લાગ્યો છે.

વીડિયોમાં જોવા મળે છે કે એક કાપડ માંથી બનેલો ઘોડો આપમેળે ઉભો થઈ જાય છે અને હવામાં ઉડવા લાગે છે સાથે જ તે મંદિરમાં પ્રવેશ કરે છે. આ વિડીયો રાજસ્થાનના શેરપુરનું હોવાનું સામે આવ્યું છે. જાણવા પણતી માહિતી અનુસાર ભાદરવા સુદ બીજના દિવસે કોઈ ભક્ત આ ઘોડો લાવ્યા હતા.

હવામાં ઉડતા ઘોડાના ચમત્કાર ને જોઈને ભક્તોને પણ આંચકો લાગ્યો. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને લોકો પોતાની પ્રતિક્રિયા તેના પર આપી રહ્યા છે. ભક્તો તેને રામદેવપીર મહારાજ નો પરચો કહી રહ્યા છે.

Leave a Comment