વડોદરા શહેરમાં એક ખૂબ જ દુઃખદ ઘટના બની છે. આ ઘટના એટલી કરણ છે કે જે પરિવારમાં આ ઘટના બની છે તે લોકોની સાથે જે લોકો આવ્યા વાત વિશે જાણે છે તે પણ ભાવુક થઈ જાય છે. જ્યારે વડોદરા ની વ્રજભૂમિ સોસાયટી માંથી મહિલા અને તેના નવજાત બાળકની અંતિમયાત્રા નીકળી તો લોકો ધ્રૂજ કે ધ્રુજકે રડી પડ્યા.
વડોદરાની વ્રજભૂમિ સોસાયટીમાં રહેતા યુવરાજ વાઘેલા ની પત્ની બીજી વાર ગર્ભવતી હતી. પરિવારના લોકો બીજા સંતાનના આગમનને લઈને ખૂબ જ ખુશ હતા. થોડા દિવસમાં જ પ્રસુતિની પીડા ઉપાડતા મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. પરંતુ પરિવારના લોકોએ વિચાર્યું પણ ન હતું કે તેમની ખુશીઓ થોડી જ વારમાં માતમમાં બદલી જશે.
બાળકને જન્મ આપતા ની થોડી જ વારમાં માતાએ દુનિયાને અલવિદા કહી દીધું. આ વાતની જાણ પરિવારને થઈ તો તેમના ઉપર દુઃખનો ડુંગર તૂટી પડ્યો. હજી તો પરિવારના લોકો આ આઘાતને સહન કરે ત્યાં તો તેમને ખબર પડી કે નવજાત બાળકનું પણ મોત થયું છે.
આ વાતથી પરિવાર પર આભ તૂટી પડ્યું. પરિવારના લોકોએ નક્કી કર્યું કે માતા અને બાળકની અંતિમ ક્રિયા એક સાથે કરવામાં આવશે. પરિવારની પુત્ર વધુને નવ વધુની જેમ શણગારવામાં આવી અને તેની બાજુમાં બાળકને પણ તૈયાર કરીને મૂકવામાં આવ્યું. બાળક પણ એટલું સુંદર હતું કે તેને આ રીતે જોઈને ભલભલા રડી પડ્યા.
આ ઘટનામાં પરિવારનો આક્ષેપ છે કે ડોક્ટરની બેદરકારીના કારણે મહિલા અને બાળકનું મોત થયું છે. જોકે સામે પક્ષે ડોક્ટરોએ પણ નિવેદન આપ્યું છે કે પરિવારના લોકો નોર્મલ ડિલિવરી થાય તે માટે જીદ પકડીને બેઠા હતા તેવામાં ડીલેવરીમાં સમય લાગ્યો અને બાળકનો શ્વાસ રૂંધાતા બાળક પેટમાં જ મૃત્યુ પામ્યો. બાળક પેટમાં જ મૃત્યુ પામતા માતાનું પણ મૃત્યુ થઈ ગયું.