લોકો પોતાના ભવિષ્યમાં શું થવાનું છે તેનો અંદાજ મેળવવા માટે જ્યોતિષશાસ્ત્રની મદદ લેતા હોય છે. જ્યોતિષશાસ્ત્રમાં કરેલી કેટલીક ભવિષ્ય વાણી ઘણી વખત સાચી પણ સાબિત થતી હોય છે.
આવી જ રીતે કરેલી બાબા વેંગાની ભવિષ્યવાણી અત્યાર સુધીમાં ઘણી વખત સાચી સાબિત થઈ છે. તેઓ બલગારીયા ના ફકીર હતા અને તેમને ભવિષ્ય વક્તા પણ કહેવામાં આવે છે. તેમણે આ બધી ભવિષ્ય વાણી 111 વર્ષ પહેલા કરી હતી જેમાંથી મોટાભાગની ભવિષ્યવાણી સાચી સાબિત થઈ છે.
2022 ના વર્ષ માટે પણ તેમણે જે ભવિષ્યવાણી કરી હતી તેમાંથી બે ભવિષ્યવાણી સાચી પડી ચૂકી છે ત્યારે હવે લોકોમાં ચિંતા છે તેમણે કરેલી અન્ય એક ભવિષ્યવાણી વિશે. આ ભવિષ્ય વાણી તેને 2023 ના વર્ષ માટે કરી છે.
તેમણે કહ્યું હતું કે વર્ષ 2023 માં પૃથ્વીની ભ્રમણ કક્ષા બદલાશે જેના ગંભીર પરિણામો આવશે. આ સિવાય વર્ષ 2028 માટે તેમણે કહ્યું છે કે તે સમયે શુક્ર ગ્રહની યાત્રા કરી શકાશે. 2046 માટે તેમણે કહ્યું હતું કે આ સમયે લોકો અંગપ્રત્યાપણ કરીને 100 વર્ષ સુધી જીવશે.