તાજેતરમાં જ પારડીમાં થયેલી એક રેડમાં બ્યુટી પાર્લર ના નામ હેઠળ ચાલતા દેહ વ્યાપારના ધંધાનો ઘટસ્પોટ થયો હતો. બ્યુટી પાર્લર ના નામ હેઠળ દેહ વ્યાપાર નો ધંધો એક વિધવા મહિલા ચલાવતી હતી. પારડી નગર ને અઢીને આવેલી વસાહતમાં એક વિધવા મહિલા છેલ્લા કેટલાક સમયથી પાર્લર ચલાવતી હતી. પતિના અવસાન બાદ આવકનું કોઈ સંસાધન ન હતું તેથી વિધવા મહિલાએ બ્યુટી પાર્લર શરૂ કર્યો. પરંતુ હકીકતમાં તે બ્યુટી પાર્લર ની આડમાં દેહ વ્યાપાર નો ધંધો યુવતીઓ પાસે કરાવતી.
તેણે પોતાના ઘરના જ એક રૂમમાં પાર્લર બનાવ્યું હતું. જોકે આ પાર્લર ફક્ત નામનું હતું તે પોતાના ઘરમાં બહારથી યુવતીઓ બોલાવીને ગ્રાહક દીઠ 1100 રૂપિયા લઈને યુવતીઓ પાસે દેહવ્યાપાર કરાવતી હતી.
વિધવા મહિલાના ઘરમાં પુરુષોની સતત અવરજવર થતા પારડી પોલીસને આ અંગે બાતમી મળી હતી કે આ ઘરમાં કંઈક શંકાસ્પદ ચાલી રહ્યું છે. પારડીના સિનિયર પીએસઆઇ અને તેમની ટીમને આ અંગે બાતમી મળતા તેમણે મહિલાને રંગે હાથ ઝડપી પાડવા માટે છટકું ગોઠવ્યું. પારડી પોલીસ ની ટીમે નકલી ગ્રાહક બોલાવીને બ્યુટી પાર્લરમાં દરોડો કર્યો.
ગ્રાહક તરફથી સંકેત મળતા પોલીસની ટીમ બ્યુટી પાર્લર પર ત્રાટકી અને ઘરમાં તપાસ કરતા મહિલા સંચાલક સહિત ત્રણ યુવતીઓ મળી આવી. આ સાથે જ ઘરમાંથી ગ્રાહક મુસ્તાક, અને અન્ય એક રાજસ્થાની વ્યક્તિ યુવતીઓ સાથે કદંગી હાલતમાં ઝડપાયો હતો.
પોલીસ તરફથી મળતી જાણકારી અનુસાર મહિલા આ પાર્લરમાં એક ઓરિસ્સાની અને બે બંગાળની યુવતીઓ પાસે દેહ વ્યાપાર કરાવતી હતી. પાર્લરમાંથી દેવ વ્યાપાર નો ગોરખ ધંધો જડપાતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.