વોશિંગ મશીન માં કપડાની સાથે બરફના ટુકડા નાખવાથી શું થાય જે ફાયદો જાણો છો તમે ?

આજના સમયમાં દરેક વ્યક્તિ સોશિયલ મીડિયા પર દિવસનો સૌથી વધુ સમય પસાર કરે છે. કારણ છે કે અહીં અનેક પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે. તેમાંથી કેટલાક વીડિયોમાં ઉપયોગી થાય તેવી ટિપ્સ પણ દેખાડવામાં આવે છે. આ પ્રકારના ઉપયોગી વિડિયો ઝડપથી વાયરલ થાય છે અને લોકો એકબીજા સાથે તેને શેર પણ કરે છે.

આવું જ એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સ્ટેેલા નામની મહિલા વોશિંગ મશીન માં કપડાં ધોતી જોવા મળે છે. વોશિંગ મશીન માટે કપડાની સાથે બરફના ટુકડા પણ નાખે છે. તેની સાથે ઉભેલા વ્યક્તિને આ વાત સમજાવી નહીં કે તેને આવું શા માટે કર્યું. તેથી તે વ્યક્તિ તેને પૂછે છે કે વોશિંગ મશીન ની અંદર કપડાની સાથે બરફ નાખવાનું કારણ શું છે ?

ત્યાર પછી મહિલાએ તેને જવાબ આપ્યો. તેણે જણાવ્યું કે મશીનમાં કપડાં ધોયા પછી તેના ઉપર ક્રીઝ પડી જાય છે અને સુકાયા પછી તેને ઈસ્ત્રી કરીને કબાટમાં મુકવા પડે છે. હા કામમાં આખો દિવસ પસાર થઈ જાય છે પરંતુ જો તમારે આ સમય બચાવવો હોય તો કપડાં ધોતી વખતે સાથે બરફના ટુકડા પણ નાખી દેવા જોઈએ તેનાથી કપડામાં ઇસ્ત્રી કરવાની જરૂર નહીં પડે. તેણે જણાવ્યું કે જ્યારે વોશિંગ મશીનમાં કપડાં સૂકવવા માટે નાખીએ છીએ ત્યારે તેમાં કરચલી પડી જાય છે પરંતુ આ કામ કરતી વખતે મશીનમાં થોડા બરફના ટુકડા નાખી દેવામાં આવે તો કપડા ઉપર ઘડી પડતી નથી.

Leave a Comment