જ્યાં સ્વચ્છતા હોય છે ત્યાં જ પ્રભુનો વાસ હોય છે. આ કહેવત તમે અત્યાર સુધીમાં હજારો વખત સાંભળી હશે. પરંતુ ગામ કે શહેરની વાત આવે ત્યારે લોકો સ્વચ્છતા પ્રત્યે બેદરકાર થઇ જાય છે. જોકે ગુજરાતમાં એવા પણ કેટલાક ગામ છે જે સ્વચ્છતાની બાબતમાં શહેરોને પણ પાછડ છોડી દેતા હોય છે. આવું જ એક ગામ છે જે પોતાની સ્વચ્છતા ના કારણે શહેરોથી પણ આગળ છે.
સુરત જિલ્લાના બારડોલી પાસે બાબેન નામનું ગામ આવેલું છે. આ ગામ આદર્શ ગામ બનવા લાગ્યું છે. અહીં ગ્રામ ઉદ્યોગના કારણે ગામનો વિકાસ હરણફાળ ભળી રહ્યો છે. આ ગામ ગુજરાતના આદર્શ ગામોની સંખ્યામાં ટોચ પર આવે છે.
આ ગામનો વિકાસ આટલો ઝડપથી અને સારી રીતે થયો તેની પાછળ પૂર્વ સરપંચ ભાવેશભાઈ અને તેમના પત્ની જે હાલ સરપંચ છે તેવા ફાલ્ગુનીબેન પટેલ નો મોટો હાથ છે. આ મહિલા સરપંચે પોતાના ગામની કાયાપલટ કરી દીધી છે.
15000 લોકોની વસ્તી ધરાવતું આ ગામ બારડોલી થી બે કિલોમીટર દૂર આવેલું છે. નાનકડું ગામ હોવા છતાં અહીં મેટ્રોસિટીની જેમ પહોળા આરસી રસ્તાઓ, ઘરે ઘરે પાણીની લાઈન, સ્ટ્રીટ લાઈટ, સીસીટીવી, બેંક , પોસ્ટ ઓફિસ અને કોલેજ સુધીની ભણવાની વ્યવસ્થા છે.
વર્ષ 2011માં પણ રાજ્યના શ્રેષ્ઠ ગ્રામ પંચાયતમાં આ ગામનું નામ આવ્યું હતું. ત્યારથી આજ સુધી તેને આ ગામનું ગૌરવ જાળવી રાખ્યું છે. આ ગામને તાલુકા અને જિલ્લા સ્તરના અનેક પુરસ્કાર પણ પ્રાપ્ત થયા છે.
જાણીને નવાઈ લાગશે કે આ ગામમાં 15 વર્ષ પહેલાં જંગલ જેવો વિસ્તાર હતો. પરંતુ હવે શહેરોને પણ પાછળ છોડી દે તેવી સુવિધાથી આ ગામ સજ્જ છે.