આપણા દેશમાં અનેક પ્રાચીન મંદિરો આવેલા છે અને દરેક મંદિરમાં અલગ અલગ રહસ્યો પણ હોય છે. મંદિરમાં બિરાજતા ભગવાન સાથે જોડાયેલા ચમત્કારની અનુભૂતિ ભક્તોએ કરી પણ હોય છે. જેના કારણે જ દૂર દૂરથી પણ લોકો પોતાના ઈષ્ટદેવના દર્શન કરવા આવતા હોય છે.
આવું જ એક મંદિર ગુજરાતના ભાવનગરમાં આવેલું છે. સાળંગપુરમાં હનુમાન દાદા નું પ્રાચીન મંદિર આવેલું છે. અહીં બિરાજતા હનુમાનજીને કષ્ટભંજન તરીકે પૂજવામાં આવે છે. અહીંના મંદિરની કેટલીક વિશેષતાઓ પણ છે. તેમાંથી એક રહસ્ય એવું છે જેના વિશે મોટાભાગના લોકો જાણતા નથી.
હનુમાનજીના આ મંદિરમાં હનુમાનજીના ચરણોમાં શનિદેવ વિરાજે છે. આ મંદિર પાછળ એક પૌરાણિક કથા પણ જોડાયેલી છે. એક વખત શનિદેવને ગુસ્સો આવ્યો હતો. શનિદેવના ક્રોધના કારણે ઘણા લોકોને તકલીફનો સામનો કરવો પડ્યો. તેથી લોકોએ શનિદેવના ક્રોધને શાંત કરવા માટે હનુમાનજીને પ્રાર્થના કરી. ભક્તોના દુઃખ દૂર કરવા માટે હનુમાન જઈએ શનિદેવને આ વાતની જાણ કરી.
તેવામાં શનિદેવ એ હનુમાનજી થી બચવા માટે સ્ત્રીનું રૂપ ધારણ કર્યું. અને હનુમાનજીના ક્રોધ થી બચવા માટે હનુમાન દાદાના ચરણો માનવીને વંદન કર્યા. ત્યારથી કષ્ટભંજન ના ચરણોમાં શનિદેવ બિરાજે છે.