સાસુએ એટલા મહેણાં ટોણા માર્યા કે વહુએ બે વર્ષના દીકરા સાથે… વાંચો રડાવી દે તેવી ઘટના

જ્યારે એક યુવતી લગ્ન કરે છે તો તેના મનમાં તેના ભાવિ પતિ અને સાસરિયાઓ ને લઈને અનેક આશાઓ હોય છે. દરેક યુવતી ઈચ્છે છે કે તે સાસરામાં પણ પિયરની જેમ જ લાડ અને પ્રેમથી જીવન પસાર કરે. પુત્રવધુ બન્યા પછી દરેક યુવતી પોતાના સાસુ સસરા, પતિ અને બાળકોની સારા સંભાળમાં પોતાનો સમય પસાર કરે છે. પરંતુ કેટલીક કમનસીબ મહિલાઓ એવી હોય છે કે તેમના જીવનમાં સાસરા નું સુખ લખેલું હોતું નથી.

કેટલીક મહિલાઓ સાસરિયાના ત્રાસના કારણે ખૂબ જ દુઃખી હોય છે. તેમાંથી પણ ઘણી મહિલાઓ એવી હોય છે કે જે સહન કરવાની ક્ષમતા પૂરી થઈ જતા જીવન ટુંકાવા જેવું પગલું ભરી લેતી હોય છે. આવી જ એક કંક માટે ભરી ઘટના દાહોદ જિલ્લામાં બની હતી. દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં મોટી હાંડી નામનું ગામ આવેલું છે.

આ ગામમાં રહેતા સાગરભાઇ નામના વ્યક્તિના લગ્ન ચાર વર્ષ પહેલા આશા બહેન સાથે થયા હતા.. આશા બહેનના પતિ સાગરભાઇ એસઆરપી માં ફરજ બજાવે છે. લગ્ન બાદ આશા બહેને તેના પતિના પરિવારના દરેક વ્યક્તિની સાર સંભાળ ખૂબ જ સારી રીતે રાખી અને સાથે જ ઘર કામ કરીને ઘરની જવાબદારીઓ પણ નિભાવી. પરંતુ તેમ છતાં જ્યારે તેનો પતિ નોકરીએ જતો રહે ત્યારે તેની સાસુ મહેણા ટોણા મારીને તેને માનસિક ત્રાસ આપતી હતી. સાગરભાઇ તેના પોતાના સંતાન ન હતા તેથી સાવકી સાસુ પુત્રવધુ સાથે પણ અવારનવાર ઝઘડા કરતી.

જ્યારે સાસુનો ત્રાસ અસહ્ય થઈ ગયો ત્યારે સાગરભાઇ આશાબેન ને લઈને બીજે રહેવા જતા રહ્યા. તે દરમિયાન તેમને સંતાનમાં દીકરો પ્રાપ્ત થયો. દીકરાના જન્મ પછી ફરી એકવાર પરિવારમાં બધું સારું થઈ જશે તેવું માનીને સાગરભાઇ પોતાની પત્ની અને પુત્ર સાથે મોટી હાંડી ગામ રહેવા આવી ગયા. પરંતુ સાવકી સાસુ નો ત્રાસ જેમનો તેમ રહ્યો. તેઓ સાણંદમાં એક કંપનીમાં નોકરી કરતા હતા અને સાથે જ પરિવારની જવાબદારી પણ સંભાળતા હતા. તેમ છતાં કામની વાતને લઈને રોજ તેને સાસુના મહેણાં ટોણા સાંભળવા પડતા.

ઘરમાં સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે આશા બહેનથી સહન થાય એવું ન હતું. આઘાતમાં સરી પડી તેણે પોતાના બે વર્ષના દીકરા સાથે અગ્નિસ સ્નાન કરી લીધું. આ દ્રશ્ય તેના સસરાના લોકો જોતા રહ્યા. આશા બહેન આ અગ્નિસ્તાનમાં ગંભીર રીતે દાચી ગયા અને તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. તેમનો દીકરો પણ દાઝી ગયો હતો પરંતુ તેને તુરંત જ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. જોકે આશા બહેને આ પગલું ભર્યું તેની પહેલાં છેલ્લે તેના ભાઈ સાથે વાત કરી હતી અને ફોનમાં તેણે જણાવ્યું હતું કે તેની સાસુથી તે ત્રાસી ગયા છે અને હવે તે મોતને વહાલું કરવા જઈ રહ્યા છે. ત્યારબાદ આશા બહેનના ભાઈએ તેના સાસુ વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

Leave a Comment