સાસુ સસરાએ પુત્રવધુ ના કરાવ્યા બીજા લગ્ન… સમાજને ચીંધી નવી રાહ

મધ્યપ્રદેશના ખાંડવામાં બનેલી પુન:વિવાહની એક ઘટના હાલ ચર્ચામાં છે. આ લગ્ન ખાસ એટલા માટે છે કે સાસુ સસરાએ રાજી ખુશીથી પોતાની પુત્રવધુના બીજા લગ્ન કરાવ્યા હતા. જાણવા મળતી માહિતી અનુસાર ખરગોનના રહેવાસી રામચંદ્ર રાઠોડ ના દીકરા નું પાંચ વર્ષ પહેલાં હૃદય રોગના હુમલાના કારણે અવસાન થયું હતું. દીકરાના અવસાન બાદ પુત્રવધુ અને પૌત્રી નિરાધાર થઈ ગયા હતા.

નાની ઉંમરની પુત્ર વધુ અને પૌત્રીનું દુઃખ માતા-પિતાથી સહન થયું નહીં અને તેમણે પુત્રવધુ ના બીજા લગ્ન કરાવવાનું નક્કી કર્યું. તે સમયે તેમને જાણવા મળ્યું કે જિલ્લા હાઇકોર્ટમાં સ્ટેનોગ્રાફર તરીકે કામ કરતા દિનેશ ભાઈ પણ કોરોનામાં પોતાની પત્નીને ગુમાવી ચૂક્યા છે અને તેમને સંતાનમાં બે દીકરીઓ છે. તેમણે તેના પરિવારને મળીને તેમની પુત્રવધુ અને દિનેશભાઈ ના લગ્ન કરાવવાનું નક્કી કર્યું. બંને પરિવારોએ લગ્ન માટે સહમતિ આપી તેથી ગાયત્રી મંદિરમાં મોનિકા અને દિનેશના લગ્ન કરાવવામાં આવ્યા

પોતાના સાસુ સસરા માટે મોનિકાઓ જણાવ્યું હતું કે લગ્ન પછી તેમણે તેને ઘરમાં દીકરીની જેમ જ રાખી હતી અને આજે પિતા બનીને તેને વિદાય પણ કરી તેના સાસુ સસરા ખરા અર્થમાં તેના માતા-પિતા બન્યા છે.

તેણે વધુમાં જણાવ્યું હતું કે તેમના પતિનું મૃત્યુ થયું ત્યાર પછી પણ માતા પિતાએ પુત્રવધુ ના માન સન્માનમાં કોઈ પણ ઉણપ આવવા દીધી નહીં અને તેમની દીકરીને પણ અનહદ પ્રેમ આપ્યો.પૌત્રીના ભવિષ્યની ચિંતા હતી તે માટે જ તેમણે સુયોગ્ય વ્યક્તિને શોધી અને તેના બીજા લગ્ન કરાવ્યા.

Leave a Comment