સિંહની સાથે મસ્તી કરવા લાગ્યો નાનકડો છોકરો, સિંહને ચડ્યો ગુસ્સો અને પછી શું થયું તે જુઓ વીડિયોમાં

હવેના સમયમાં લોકો ઘણા અલગ અલગ પ્રાણી અને પક્ષીઓને ઉછેરવાનું પસંદ કરવા લાગ્યા છે. સામાન્ય રીતે લોકો કુતરા અને બિલાડી ઘરમાં રાખે છે અને તેને પોતાના બાળકની જેમ ઉછેરે છે. પરંતુ કેટલાક એવા લોકો પણ હોય છે જે જંગલી અને જંગલમાં રહેતા પ્રાણીઓને પણ ઘરે પાડે છે. કેટલાક લોકો અજગરને રાખે છે તો કેટલાક લોકો અન્ય જંગલી પ્રાણીને રાખે છે. આવી જ રીતે એક વિડીયો પણ સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિએ જંગલના રાજા સિંહને ઘરે પાડ્યો છે.

આ વિડિયો છે વાયરલ થઈ રહ્યો છે તેમાં જોવા મળે છે કે એક નાનકડો બાળક ઘરની અંદર રાખેલા સિંહ સાથે રમતો જોવા મળે છે. બાળક સિંહ સાથે ની ખાલસ મસ્તી કરે છે પરંતુ અચાનક જ સિંહ બાળકનો હાથ પોતાનો જડબામાં દબાવી દે છે. અત્યાર સુધી જંગલમાં જ ફરતા જોયા હોય છે તેવામાં આ વીડિયોમાં બે સિંહણ ઘરની અંદર નાના બાળક સાથે મસ્તી કરતી જોવા મળે છે.

વીડિયોમાં બે સિંહની વચ્ચે એક નાનકડું બાળક રમતું જોવા મળે છે આ વિડીયો જોઈને લોકો પણ ડરના પ્રતિભાવ આપી રહ્યા છે. જોકે સિંહ સાથે રમતા બાળકને કોઈ પણ પ્રકારનો ડર કે મસ્તી જણાતી નથી. બાળક સિંહના મોઢામાં પોતાનો હાથ મૂકી દે છે.

આટલો વીડિયો જોઈને લોકો પણ ડરી જાય છે કે સિંહ હવે શું કરશે? પરંતુ સૌના આશ્ચર્ય વચ્ચે સિંહ તે બાળકને કોઈ પણ નુકસાન પહોંચાડતો નથી. મસ્તીમાં બાળક સિંહના ગાલ ઉપર થપ્પડ પણ મળે છે પરંતુ સિંહ તો પણ બાળકને કંઈ પણ કરતો નથી. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે અને 6,000 થી વધુ લોકોએ તેને લાઈક કર્યો છે.

જોકે તેના ઉપર લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે એક વ્યક્તિએ લખ્યું છે આ વ્યક્તિ મૂર્ખ અને બે જવાબદાર છે. અન્ય એક વ્યક્તિએ લખ્યું છે આ ખૂબ જ ખતરનાક છે અને બિહામણુ છે. જ્યારે એક વ્યક્તિ બાળકને સલાહ આપે છે કે મહેરબાની કરીને સિંહને મારવાનું બંધ કરો…

Leave a Comment