સુરતના જાણીતા હીરાના વેપારી મોહનભાઈ સંઘવીની પૌત્રી જેની ઉંમર નવ વર્ષની છે તેણે દીક્ષા લીધી છે. દેવાંશી સંઘવીની દીક્ષા દેશભરમાં ચર્ચામાં આવી છે. નવ વર્ષની નાનકડી ઉંમરમાં તેણે ₹35,000 લોકોની હાજરીમાં 14 જાન્યુઆરીના રોજ દીક્ષા ગ્રહણ કરી છે.
14 જાન્યુઆરીના રોજ મોહનભાઈ સંઘવીએ પૌત્રીની દીક્ષાનો ભવ્ય કાર્યક્રમ યોજ્યો હતો. જૈન આચાર્ય કીર્તિયશરૂશ્વરીજી મહારાજની મિશ્રામાં તેણે દીક્ષા લીધી હતી. સુરત ખાતે દેવાંશીની વર્ષીદાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં 20 ઘોડા 11 ઉંટ અને ચાર હાથી હતા. નવ વર્ષની ઉંમરે દેવાંશી પાંચ ભાષાઓની જાણકારી હતી. તે અભ્યાસમાં ગણિત સંગીત અને સ્કેટિંગમાં રસ ધરાવતી હતી.
પરંતુ દાદાની કરોડોની મિલકત અને બધી જ મોહમાયા છોડીને દેવાંશી એ વૈરાગના રસ્તે ચાલવાનું નક્કી કરી લીધું. રાજ્યની હીરા બનાવતી પ્રખ્યાત કંપની માંથી સંઘવી એન્ડ સન્સ એક છે. મોહનભાઈ સંઘવીના એકને એક દીકરા ધનેશભાઈ સંઘવીની દીકરી દેવાંશી છે અને તેની ઉંમર 9 વર્ષની જ છે.
દેવાંશી એ દીક્ષા લીધી ત્યાં સુધીમાં બે વર્ષ ઉપવાસ, છ વર્ષ વિહા અને સાતમા વર્ષે પોષદ કર્યા હતા. તેણે અત્યાર સુધીના જીવનમાં મોબાઈલનો પણ ઉપયોગ કર્યો ન હતો કે તે ટીવી કે ફિલ્મો જોવા માં પણ રસ રાખતી નહીં. તે જૈન ગ્રંથોનું વાંચન કરતી.
દેવાંશી જ્યારે બે વર્ષની હતી ત્યારથી તેણે ગુરુ પાસેથી ધાર્મિક શિક્ષણ લેવાનું શરૂ કર્યું હતું. જ્યારે તે ચાર વર્ષની થઈ ત્યારે તેણે ગૃહ સાથે રહેવાનું શરૂ કર્યું. ત્યાર પછી તેને દીક્ષા લેવાનું નક્કી કર્યું અને નવ વર્ષની ઉંમરે તેના પરિવારના લોકોએ ધામધૂમથી તેની દીક્ષા વિધિ કરાવી.