સુરતમાં એક ખેડૂતે પોતાની દીકરીના લગ્નમાં કન્યાદાનમાં આપી એવી અનોખી વસ્તુ કે તે પિતાની થઈ રહી છે વાહ વાહી

આપણે દરેક વ્યક્તિ જાણીએ છીએ કે અત્યારે લગ્નની સિઝન ચાલી રહ્યું છે અને દરેક વ્યક્તિ પોતાના દીકરા તથા દીકરીના લગ્નને આખી જિંદગી યાદગાર બનાવવા માટે તેઓ કંઈકને કંઈક અલગ કરતા હોય છે અને તેની માટે તેઓ લાખો રૂપિયા પણ તેની પાછળ ખર્ચ કરતા હોય છે ત્યારે સુરતમાં જ આવેલા એક ખેડૂતે પોતાની દીકરીના લગ્નને એક યાદગાર પળ બનાવવા માટે તેમને એવું કર્યું કે ચારે તરફ તેમની ચર્ચા ચાલી રહી છે અને લોકો તેમના આ અનોખા કાર્યના કારણે તેમના વખાણ કરી રહ્યા છે.

આ સમગ્ર કિસ્સો સુરતના પાલ વિસ્તારમાં રહેતા એક ખેડૂત જેમનું નામ વિપુલભાઈ છે તેવું પોતાની 23
વર્ષની દીકરી રિદ્ધિ ના એક અનોખા લગ્ન કર્યા છે અને તેમાં લોકોને હંમેશા આ લગ્ન યાદ રહે તેની માટે તેમને એકો ફ્રેન્ડલી લગ્ન કર્યા તેમાં લગ્નની કંકોત્રી તુલસીના બીજમાંથી બનાવવામાં આવી હતી.

આમ જો આ કંકોત્રીને આપણે કુંડામાં નાખી દઈએ તો તેમાંથી તુલસીનો છોડ ઉગી જશે આમ લગ્નમાં જમવા માટે પણ જે ઉપયોગમાં લેવાતી તમામ દેશ હતી તે ફરીથી મટીરીયલ ઉપયોગમાં લઈ શકાય તેવી રીતે બનાવવામાં આવી હતી આમ વિપુલભાઈ આધુનિક ડોલી ના જમાનામાં પણ પોતાના દીકરીની એન્ટ્રી બળદગાડામાં કરાવડાવી હતી અને આ એન્ટ્રી જોઈને આવનાર તમામ મહેમાનો આશ્ચર્યચક થઈ ગયા હતા.

વિપુલભાઈએ પોતાની દીકરીને કન્યાદાનમાં ગાય માતા પણ આપી હતી અને તેમને દર મહિને પોતાની કમાણીનો 10% હિસ્સો ગાય માતાને સમર્પિત કરશે તેવું પણ દીકરી પાસે વચન માગ્યું હતું તે આપણી સંસ્કૃતિને આગળ લઈ જવા માટે જ તેમને આ પ્રકારના એકદમ અનોખા લગ્ન કર્યા અને આ મોર્ડન જમાનામાં પણ લોકો સંસ્કૃતિને ભૂલી ગયા છે તેથી તેને પાછી લાવવા માટે આ પ્રકારના લગ્નનું આયોજન કર્યું હતું.

આ અનોખા લગ્નમાં મહેમાનોને પાણી પેપર કપમાં જ આપવામાં આવ્યો હતો અને પોતાની દીકરીને કન્યાદાનમાં ગીર ગાય આપી હતી આમ આ લગ્નમાં ખોટો ખર્ચો ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું અને તેના જ આધારે તેમને સમાજને એક સંદેશો આપ્યો હતો.

આ લગ્નમાં પર્યાવરણને નુકસાન ન થાય તે બાબતનું જ ખાસ ધ્યાન રાખવામાં આવ્યો હતો અને આ સમગ્ર લગ્નની ખૂબ જ ચર્ચાઓ ચાલી રહી છે અને લોકો તેમના ખૂબ જ વખાણ કરી રહ્યા છે.

Leave a Comment