ભારતીય સેનામાં 21 વર્ષની સેવા પૂર્ણ કરીને પોતાના વતન પરત ફરેલા સૈનિક નું નગરજનોએ અદભુત રીતે સ્વાગત કર્યું હતું. મધ્યપ્રદેશના બડવાની જિલ્લાની આ ઘટના સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી છે. અહીં ગામમાં પરત આવેલા સૈનિક નું નગરજનોએ અભૂતપૂર્વ રીતે સ્વાગત કર્યું છે. જ્યારે સૈનિક પોતાના વતન પરત ફર્યો ત્યારે ગામના યુવાનોએ જમીન પર પોતાની હથેળી રાખી તેનો ગામમાં પ્રવેશ કરાવ્યો હતો.
ગામના મુખ્ય રસ્તા પરથી ડીજે અને ઢોલ સાથે નાચતા ગાતા તેનું સ્વાગત કરાયું હતું અને સૈનિક ને ઘોડા પર બેસાડી આખા ગામમાં તેનું ભ્રમણ કરાવવામાં આવ્યું હતું.
નિર્ભય સિંહ ચૌહાણ દેશની સેવા 21 વર્ષ કરીને વતન પરત ફર્યા હતા. દેશની સેવા કરીને પરત આવેલા સૈનિક નું સ્વાગત નગરજનોએ ખાસ રીતે કર્યું હતું. ગામના અન્ય યુવાનોએ જમીન પર પોતાના હાથ રાખ્યા અને તેના પર સૈનિકને ચલાવ્યા હતા આ દ્રશ્ય જોઈને લોકો પણ ભાવુક થઈ ગયા
દોઢ કિલોમીટર સુધી તેમના સ્વાગતમાં યાત્રા કરવામાં આવી હતી. તેઓ શેનામાં હેડ કોન્સ્ટેબલ રહી ચૂક્યા છે અને તેમનું કહેવું છે કે જ્યારે તેઓ વતન ફરશે ત્યારે તેમનું સ્વાગત આવી રીતે થશે તેની કલ્પના પણ કોઈએ કરી ન હતી.
ગામના લોકોએ જે સન્માન તેમને આપ્યું તેમના માટે તેણે આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે તેમનું આવી રીતે સ્વાગત કરવામાં આવ્યું તે તેમને ખૂબ જ ગમ્યું હતું. તેમનું કહેવું છે કે હાલ તેવો નિવૃત્ત થયા છે પરંતુ જો તેને તક આપવામાં આવશે તો તે ફરીથી સમાજસેવા અને દેશની સેવા માટે આગળ રહેશે.