સૌરાષ્ટ્રના આ નાનકડા ગામના વતની છે ધીરુભાઈ સરવૈયા, પ્રખ્યાત હોવા છતાં ગામમાં જ બંગલો બનાવીને રહે છે

સૌરાષ્ટ્રની સંતો અને સુરાની ભૂમિ કહેવાય છે. અહીંથી ઘણા સંતો અને કલાકારોએ દેશ-વિદેશમાં નામના મેળવી છે. આવા જ કલાકારો માંથી એક છે ધીરુભાઈ સરવૈયા છે પ્રખ્યાત હાસ્ય કલાકાર છે. ધીરુભાઈ સરવૈયા હાસ્ય કલાકાર છે અને આજે તેમની નામના દેશ-વિદેશમાં ખૂબ જ વધી છે. પરંતુ ખૂબ ઓછા લોકો તેમના અંગત જીવન વિશે જાણે છે.

ધીરુભાઈ સરવૈયા ના પરિવાર ની વાત કરીએ તો તેમના પિતા તેમની પત્ની તેમનો દીકરો અને દીકરી તેમની સાથે રહે છે. તેઓ રાજકોટ નજીક આવેલા લોધિકા તાલુકાના ખીરસરા ગામે પોતાના પરિવાર સાથે ત્રણ રૂમ રસોડાના ઘરની અંદર રહે છે. તેમણે પોતાના ખેતરની નજીક પોતાનું ઘર બનાવ્યું છે અને અહીં પોતાના પરિવાર સાથે રહે છે.

તેઓ કાર્યક્રમમાં વ્યસ્ત ન હોય ત્યારે ટ્રેક્ટર લઈને પોતાના ખેતરમાં ખેતી કરવા પણ જાય છે અને સામાન્ય માણસ જેવું જીવન જીવે છે. ધીરુભાઈ સરવૈયાએ ધોરણ ચાર સુધી જ અભ્યાસ કર્યો છે અને પછી પોતાને મળેલા સંગીતના વારસાને તેણે આગળ વધાર્યું અને દુઆ અને છંદ ગાવાની શરૂઆત કરી.

ત્યાર પછી ધીરે ધીરે તેવું હાસ્ય કલાકાર તરીકે પ્રખ્યાતી મેળવવા લાગ્યા. હવે તેઓ માત્ર ગુજરાતના જ નહીં પરંતુ દેશભરમાં જાણીતા બની ચૂક્યા છે. આજે તેઓ સફળ છે પરંતુ તેમણે વર્ષો સુધી સંઘર્ષ કર્યો છે.

એક સમય એવો હતો જ્યારે ધીરુભાઈ સરવૈયા રોજના ₹15 ના પગારે એક પ્લાન્ટમાં કામ કરતા હતા. પહેલી વખત તેમણે માલવિયા કોલેજ ની અંદર કાર્યક્રમ કર્યો હતો અને તે કાર્યક્રમ માટે તેમને માત્ર 10 રૂપિયા આપવામાં આવ્યા હતા. ત્યાર પછી પણ તેણે સંઘર્ષ કરવાનું ચાલુ રાખ્યું અને ધીરે ધીરે હાસ્ય કલાકાર તરીકે તેઓ જાણીતા થઈ ગયા.

1993 માં તેઓ પહેલી વખત હેમંત ચૌહાણ સાથે અમેરિકામાં પોતાનો કાર્યક્રમ રજૂ કરવા ગયા હતા. ત્યાર પછી દેશ-વિદેશમાં તેમની નામના વધી ગઈ અને તેઓ અત્યાર સુધીમાં વિદેશમાં 50થી વધુ કાર્યક્રમ કરી ચૂક્યા છે. એક સમયે ધીરુભાઈ સરવૈયા ને કાર્યક્રમ માટે દસ રૂપિયા મળ્યા હતા પરંતુ હવે તેઓ એક કાર્યક્રમ માટે 60,000 થી 1.5 લાખ રૂપિયાની ફી લે છે

Leave a Comment