હાલ ખૂબ જ ચર્ચામાં છે તેવા દેવાયત ખવડ છે આ ગામના વતની… જીવે છે આવી શાનદાર જિંદગી

જાણીતા લોક ગાયક કલાકાર દેવાયત ખબર હાલ ખૂબ જ ચર્ચામાં છે. તેઓ લોકપ્રિય તરીકે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશભરમાં અને વિદેશમાં પણ પ્રખ્યાત છે. હાલ તેમનું નામ એક વિવાદમાં ચર્ચામાં છે. તાજેતરમાં જ રાજકોટમાં પોલીસ દ્વારા તેમના વિરુદ્ધ હત્યાનો પ્રયાસ કરવાની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

જાણવા મળતી માહિતી અનુસાર પાર્કિંગ બાબતે બદલો લેવા માટે દેવાયત ખવડે કાલાવડ રોડ પર રહેતા બિલ્ડર મયુર સિંહ રાણા ઉપર રાજકોટના સર્વેશ્વર ચોક વિસ્તારમાં હુમલો કર્યો હતો. મયુરસિંહ રાણા કઈ પણ સમજે તે પહેલા જ કેટલાક લોકો કારમાંથી ઉતર્યા અને તેના ઉપર ધોકા અને પાઇપ વડે તૂટી પડ્યા. આ લોકોમાં દેવાયત ખવડ પણ સામેલ હતા. મયુર સિંહ ને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અને ત્યારથી જ દેવાયત ખવડ પણ પોલીસની પકડથી દૂર છે.

જાણવા મળતી માહિતી અનુસાર દેવાયત ખવડને પકડવા માટે પોલીસ તેમના મૂળ વતન મૂડી દુધઈ ગામે પણ પહોંચી હતી. અહીં દેવાયત ખવડ નો જન્મ થયો હતો. ગુજરાતમાં લોક કલાકાર તરીકે જાણીતા થયા પછી તેઓ હવે કરોડોની સંપત્તિના માલિકોની ચુક્યા છે. 13 સપ્ટેમ્બર 1986 ના રોજ સુરેન્દ્રનગરના મુડી ગામે તેનું જન્મ થયો હતો. તેમણે જીવનમાં ઘણો સમય સંઘર્ષ કર્યા પછી આ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી.

દેવાયત ખવડ ના પિતા દાનભાઈ ખવડ ખેતરમાં કામ કરતા હતા. તેમના પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હતી. દેવાયત ખવડને પણ ભણવામાં વધારે રસ ન હતો એક દિવસ તેઓ ઇશરદાન ગઢવી ને સાંભળતા હતા ત્યારે તેમણે નક્કી કરી લીધું કે તેમને પણ સાહિત્ય અને લોક સાહિત્યમાં જ આગળ વધવું છે. ત્યાર પછી તેમણે સાહિત્યના પુસ્તકો વાંચવાની શરૂઆત કરી.

તેમનો સૌથી પહેલો પ્રોગ્રામ હનુમાનજીના મંદિરમાં હતો અને તેમાં 10 લોકો જ હાજર હતા. જોકે ત્યાર પછી તેમણે ધીરે ધીરે પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી અને હવે તેઓ દેશ-વિદેશમાં કાર્યક્રમ કરીને ખૂબ જ પ્રખ્યાત કલાકાર બની ચૂક્યા છે.

ત્યાર પછી તેમનું જીવન બદલાઈ ચૂક્યું છે. આજે દેવાયત ખવડ આલીશાન ઘરમાં રહે છે અને તેમની પાસે કિંમતી કારનું કલેક્શન પણ છે. જોકે આ વખતે દેવાયત ખવડ હત્યાનો પ્રયાસ કરવાના ગુનામાં વિવાદમાં આવ્યા છે અને પોલીસ તેમને શોધી રહી છે.

Leave a Comment