ભરૂચ જિલ્લાના અંકલેશ્વર માંથી એક ચમત્કારિક ઘટના સામે આવી છે. અંકલેશ્વર તાલુકાના જુના દીવા ગામમાં આ ઘટના બની છે. આ ઘટનાને લોકો ચમત્કારિક ગણી રહ્યા છે. જાણવા મળતી માહિતી અનુસાર ગામનો એક યુવાન જે ઈશ્વરમાં ખૂબ જ શ્રદ્ધા ધરાવતો હતો તેને ભગવાને રાત્રે સપનામાં આવીને દર્શન દીધા અને તેને એક ચોક્કસ જગ્યાએ ખાડો ખોદવાનું કહ્યું હતું.
યુવાની જ્યારે સવારે આ વાત બધાને કરી ત્યારે બધાએ નક્કી કર્યું કે યુવાનને જે જગ્યા દેખાડવામાં આવી છે ત્યાં ખોદકામ કરીને જોવામાં આવે. યુવાન સાથે કેટલાક ગામ લોકોએ મળીને તે જગ્યાએ ખોદકામ કર્યું. લોકોના આશ્ચર્ય વચ્ચે જમીનમાં થોડું ખોદકામ કરવાની સાથે જ જમીનમાંથી માતા ખોડીયાર દશામાં અને શિવજીની મૂર્તિઓ મળી આવી.
પવિત્ર શ્રાવણ મહિના દરમિયાન આ રીતે જમીનમાંથી ત્રણ મૂર્તિઓ મળી આવ્યા ની વાત વાયુવેગે સમગ્ર જિલ્લામાં પ્રસરી ગઈ. આ મૂર્તિઓના દર્શન કરવા માટે આસપાસના ગામેથી પણ લોકો એકત્ર થવા લાગ્યા. જે યુવાનને ભગવાને દર્શન આપ્યા હતા તેનું નામ દર્શન પટેલ છે.
દર્શન પટેલે દાવો કર્યો હતો કે ભગવાને રાત્રે તેને સપનામાં આવીને દર્શન દીધા અને તેને આ જગ્યા બતાવી હતી. સાથે જ ભગવાને આદેશ કર્યો હતો કે તેની મૂર્તિઓને જમીનમાંથી કાઢવામાં આવે અને મંદિરમાં સ્થાપના કરવામાં આવે. સપનામાં જે જગ્યા બતાવવામાં આવી હતી ત્યાં ખોદકામ કરતાં સાચે જ ત્રણ મૂર્તિઓ મળી આવી.
જમીનમાંથી મૂર્તિઓ મળી હોવાની વાત ગામે ગામ ફેલાવા લાગતા મોટી સંખ્યામાં ભક્તો મંદિરે દર્શન કરવા માટે પહોંચવા લાગ્યા. લોકોની હાજરીમાં વિધિવત રીતે પૂજા કરીને જમીનમાંથી મળેલી મૂર્તિઓની સ્થાપના મંદિરમાં કરવામાં આવી.
દર્શન પટેલ નામના યુવાને એવો દાવો કર્યો હતો કે આ પહેલા ભગવાનકાલ ભૈરવે તેને સપનામાં દર્શન આપ્યા હતા. ત્યારે પણ તેમણે જમીનમાંથી ખોદકામ કરીને મૂર્તિ કાઢવાનો આદેશ કરવામાં આવ્યો હતો. તે સમયે પણ મૂર્તિ મળી આવી હતી અને પછી નર્મદા નદીના નીર થી મૂર્તિનો અભિષેક કરીને તેને મહાકાળી મંદિરમાં સ્થાપિત કરવામાં આવી હતી.