અડધી રાત્રે છોકરીઓ અને છોકરાઓ વચ્ચે જાહેર રસ્તામાં બોલી બઘડાટી, બેફામ મારામારી સાથે ગાળોની રમઝટ, સોશિયલ મીડિયામાં વીડિયો થયો વાયરલ

સોશિયલ મીડિયા પર વીડિયોને વાયરલ થતા જરા પણ સમય લાગતો નથી. ઘણી વખત તો એવા વીડિયો વાયરલ થઈ જતા હોય છે જેને જોઈને આપણે પણ ચોંકી જઈએ કે આવું કેવી રીતે શક્ય બને…. સોશિયલ મીડિયામાં વાયરલ થતા વીડિયોમાં સૌથી વધુ મારામારીના વીડિયો હોય છે. સામાન્ય રીતે છોકરાઓ એકબીજા સાથે મારામારી કરતાં જોવા મળે છે. પરંતુ રાયપુરનો એક વીડિયો ખૂબ વાયરલ થયો છે જેમાં છોકરીઓ અને છોકરાઓ વચ્ચે મારામારી થઈ રહી છે.

રસ્તા પર છોકરીઓ અને છોકરાઓ વચ્ચે જોરદાર મારામારી થઈ રહી છે. છોકરાઓ છોકરીઓને બેફામ મારે છે અને ગાળો પણ આપે છે. આ સાથે જ છોકરીઓ પણ બેફામ ગાળો બોલતી વીડિયોમાં જોવા મળે છે.

છત્તીસગઢના રાયપુરનો આ વીડિયો હોવાનું સામે આવ્યું છે. આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસે પણ કાર્યવાહી કરી હતી. વીડિયોમાં જોવા મળેલા યુવકોને શોધવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.

રાયપુરના વીઆઈપી રોડ પાસે આવેલી ગ્રાન્ડ ઈમ્પેરિયા હોટલની સામે મોડી રાત્રે આ ઝઘડો થયો હતો. જેમાં છોકરાઓ અને છોકરીઓ વચ્ચે મારામારી અને ગાળાગાળી થઈ હતી.

પોલીસે આ વીડિયો વાયરલ થયા બાદ આ વિસ્તારના સીસીટીવીની મદદથી યુવક અને યુવતીઓની શોધખોળ શરુ કરી અને તેમના વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. જો કે છોકરાઓ અને છોકરીઓ કયા કારણે ઝઘડો કરી રહ્યા હતા તે સામે આવ્યું નથી. પરંતુ છોકરાઓ નશામાં છોકરીઓ સાથે ગેરવર્તુણક કરતાં જોવા મળે છે અને પછી છોકરીઓ છોકરાઓને મારતી જોવામળે છે.

અહીંના સ્થાનિકોનું કહેવું છે કે અહીં આવેલી હોટેલમાં મોડી રાત સુધી પાર્ટીઓ ચાલે છે અને હાઈ ફાઈ ઘરના યુવક યુવતીઓ અહીં પાર્ટી માણે છે. ત્યારબાદ નશામાં આવા તમાશા કરે છે.

Leave a Comment