માતા મોગલ પોતાના ભક્તોના દુઃખ દૂર કરનારી માતા તરીકે પ્રખ્યાત છે. માતા મોગલ ના ચરણોમાં આવેલા કોઈપણ ભક્ત દુઃખી મનથી પરત ફરતા નથી. માતા મોગલ પોતાના ભક્તોને એવા પરચા આપે છે કે તેના ભક્તોની શ્રદ્ધા દિવસેના દિવસે વધતી જાય. ભક્ત જ્યારે સાચા મનથી માતા મોગલ ને યાદ કરે છે તો તેના મુશ્કેલમાં મુશ્કેલ કામ પણ પૂરા થઈ જતા હોય છે.
કચ્છના કબરાઉ ધામ ખાતે મોગલ ધામ આવેલું છે તેવી જ રીતે ભાવનગરમાં પણ ભગુડા ગામે મોગલ માનુ મંદિર આવેલું છે. આ બંને મંદિરોએ લોકો દૂર દૂરથી દર્શન કરવા આવે છે. જ્યારે ભક્તોના જીવનના અશક્ય કામ પૂરા થઈ જાય છે તો ફક્ત સૌથી પહેલા માતાના ચરણે શીશ નમાવવા પહોંચી જાય છે.
આજ સુધી એવું નથી બન્યું કે માતાની માનતા કોઈએ રાખી હોય અને તે પૂરી ન થઈ હોય. અશક્ય એવા કામ પણ માતાને યાદ કરવાથી પૂરા થયા ના દાખલા છે. આ વાત સાંભળ્યા બાદ એક યુવકે પણ માતા મોગલ ની માનતા રાખી.
આ યુવકને અભ્યાસ કરવા માટે વિદેશ જવું હતું પરંતુ વિદેશ જવા માટેની પરીક્ષા તે પાસ કરી શકતો ન હતો. તેણે ફરી એકવાર પરીક્ષા આપવાનું નક્કી કર્યું અને સાથે જ નક્કી કર્યું કે જો તે આ વખતે પરીક્ષામાં પાસ થઈ જશે તો માતાના મંદિરે આવીને 5000 રૂપિયા ધરાવશે.
માનતા રાખ્યા પછી યુવકે મહેનત પણ શરૂ કરી અને પરીક્ષા આપી જ્યારે પરિણામ આવ્યું ત્યારે યુવક અને તેના પરિવારના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. કારણ કે આ વખતે યુવક સારી રીતે પાસ થઈ ગયો અને વિદેશ જવાનું પણ ફાઈનલ થઈ ગયું.
ત્યાર પછી તુરંત જ યુવકની સાથે તેનો પરિવાર કબરાઉ ધામ પહોંચ્યા અને માતાના દર્શન કર્યા. યુવકે મણીધર બાપુને 5000 રૂપિયા આપ્યા અને સમગ્ર વાત જણાવી. મણીધર બાપુએ યુવકને આશીર્વાદ આપ્યા અને તેને આપેલા 5000 રૂપિયાની ઉપર એક રૂપિયો મૂકીને તેને પરત આપી કહી દીધું કે આ રૂપિયા ઘરે જઈને તેની બહેનને આપી દેવામાં આવે.