અમદાવાદના આ પરિવારની દીકરીના જન્મદિવસ પર જરૂરિયાતમંદ હોય એવી 25 દીકરીઓના લગ્ન કરાવી કરી અનોખી ઉજવણી

આજના સમયમાં જ્યારે કોઈનો જન્મદિવસ હોય તો તેના માટે કેક કટ કરી પાર્ટી કરવાનું ચલણ વધી રહ્યું છે. પરંતુ આજે તમને એક એવા પરિવાર વિશે જણાવીએ જેણે પોતાની દીકરીના જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરી જેની ચર્ચા દેશભરમાં થઈ રહી છે.

અમદાવાદમાં સોનાના વેપારી એવા ગિરીશભાઈ સોની એ તેમની ભત્રીજીના જન્મદિવસની ઉજવણી અલગ રીતે કરી હતી. ગીરીશભાઈ સોનીના પરિવારમાં જ્યારે ભત્રીજી નો જન્મદિવસ આવ્યો ત્યારે તેમણે 25 જેટલી ગરીબ અને જરૂરિયાત મંદ દીકરીઓના ધામધૂમથી લગ્ન કરાવી તેમનો કન્યાદાન કર્યું અને 25 દીકરીઓનો સંસાર શરૂ કરાવ્યો.

ગીરીશભાઈ સોનીએ જે રીતે લગ્ન કરાવ્યા તેમાં દીકરીઓને અને વર પક્ષના લોકોને પોતાના ઘરેથી તૈયાર થઈને લગ્ન કરવાના સ્થળે જ જવાનું હતું અન્ય બધી જ તૈયારીઓ જેમ કે વરઘોડો કરિયાવર સહિતની વસ્તુઓ ગિરીશભાઈ તરફથી જ તૈયાર કરવામાં આવી હતી અને લગ્ન માટે એક પણ રૂપિયો લેવામાં આવ્યો ન હતો.

ગીરીશભાઈ નું કહેવું છે કે ગરીબ માતા પિતા માટે દીકરીના લગ્ન કરાવવા ખૂબ જ મુશ્કેલ હોય છે તેવામાં પોતાના પરિવારની દીકરીના જન્મદિવસની ઉજવણી કરવા માટે તેમણે નક્કી કર્યું હતું કે તેઓ 25 દીકરીઓના લગ્ન કરી તેમનું કન્યાદાન કરી સમાજમાં એક નવો રાહ ચિનધશે.

જેટલો ખર્ચ જન્મદિવસની પાર્ટી કરવામાં વાપરવામાં આવે છે તેમાં થોડા ઉમેરીને જો કોઈ વ્યક્તિને મદદ કરવામાં આવે તો તેનાથી આશીર્વાદ વધારે મળે છે.

Leave a Comment