અમદાવાદમાં યુવાનોને રાતોરાત હજારો રૂપિયા કમાવવાની લાલચ આપીને ફસાવવાનું કૌભાંડ શરૂ કરવામાં આવ્યું છે. એક રાતના 15 થી 20 હજાર કમાઈ શકો છો તેવી લાલચથી યુવાનોને ફોન કરવામાં આવે છે. ત્યારબાદ તેમને મોટા ગોરખ ધંધામાં ફસાવી દેવામાં આવે છે. અમદાવાદમાં બેરોજગાર યુવાનોને ફસાવવાનું કૌભાંડ જોરથી શરૂ થયું છે. આ પ્રકારના ફોન જો કોઈને પણ આવે તો ચેતી જવું જરૂરી છે.
અમદાવાદ શહેરની હાઈ પ્રોફાઈલ મહિલાઓ એકલી છે અને તેની સાથે રાત પસાર કરી તેની એકલતા દૂર કરવા માટે યુવકોને ફોન કરવામાં આવે છે. સોશિયલ મીડિયા ના માધ્યમ થી યુવાનોને ફસાવવામાં આવે છે. યુવાનીમાં સમાગમની ઇચ્છા થાય તે સ્વાભાવિક છે. તેવા માં આ રીતે યુવકોને ફાસાવવામાં આવી રહ્યા છે.
યુવાનોને કહેવામાં આવે છે કે હાઈ પ્રોફાઈલ મહિલાઓ, એર હોસ્ટેસ, ડોક્ટર સાથે સંબંધ બાંધી તેમને ખુશ કરો અને એક રાતના 20,000 રૂપિયા કમાઓ. તેની સાથે એક નંબર આપવામાં આવે છે. તે નંબર પર સંપર્ક કરવાથી મહિલા વાત પણ કરે છે. પછી યુવકને ગોરખધંધા ફસાવી દેવામાં આવે છે.
યુવાનોને આ રીતે જીગોલો તરીકે ફસાવા આવે છે. શહેરનો sg હાઇવે આવા યુવકો માટે કુખ્યાત છે. યુવાનો રાતે ત્યાં બેસે છે અને કાર આવે એટલે તેમાં બેસી જતા રહે છે. આ કારમાં મહિલા આવે છે અને યુવકે તેને ખુશ કરવાની હોય છે.
તાજેતરમાં જ ક્રાઇમ બ્રાન્ચે આ રીતે દેહવ્યાપાર એક રેકેટનો પર્દાફાશ કર્યો હતો. તેમાં યુવકોને આ સર્વિસ માટે મેસેજ કરવામાં આવે છે તેણે સામે પૈસા જમાં કરાવવાના પણ હોય છે. આ રીતે યુવાધનને ખોટા માર્ગે દોરવામાં આવે છે.