પતિ પત્ની અગ્નિની સાક્ષી એ સાત જનમ સાથે જીવવા અને મરવાના સોગંદ ખાય છે. સુખ દુઃખમાં એકબીજાની સાથે ઊભા રહેવાના કોલ આપતા ઘણા પતિ પત્ની સમાજમાં ઉત્તમ ઉદાહરણ સમાન બની જાય છે
આજે તમને એક આવા જ દંપતી વિશે જણાવીએ જેના વિશે ચર્ચા દેશભરમાં થઈ રહી છે. આદંપત્તિમાં 78 વર્ષીય પતિનું બીમારીના કારણે અવસાન થઈ જતા 75 વર્ષીય પત્ની આ આઘાત સહન કરી શકી નહીં અને પતિના મૃતદેહને જોઈને પોતે પણ દુનિયાને અલવિદા કહી દીધું.
પતિ ઘણા સમયથી બીમાર હતા અને બીમારીના કારણે તેમનું અવસાન થયું. આ ઘટના રાજસ્થાનના નાગોરની છે. 78 વર્ષીય પતિને શ્વાસ લેવામાં તકલીફ થતા તેને જોધપુર સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થતા તેમના મૃતદેહને ઘરે લાવવામાં આવ્યો. પતિના મૃતદેહને જોઈને પત્ની ભનવરી દેવી એ પણ ત્યાં જ જીવ ત્યાગી દીધો. તેમને સંતાનોમાં બંને દીકરીઓ જ છે તેમના પણ લગ્ન થઈ ગયા છે.
માતા પિતા નું એક સાથે અવસાન થયું છે તે વાત જાણીને દીકરીઓ પણ ભાંગી પડી હતી. આ વાત વાયુ ભેગી આખા ગામમાં ફેલાઈ ગઈ અને આખું ગામ તેમને અંતિમ વિદાય આપવા માટે એકત્ર થયું. દીકરીઓએ પોતાના માતા પિતાની ચિતાને અગ્નિ આપી અને પોતાની દીકરા તરીકેની ફરજ નિભાવી.