અમદાવાદ ખાતે પ્રમુખસ્વામી મહારાજના જન્મ શતાબ્દી મહોત્સવ ની રામધૂનથી ઉજવણી કરવામાં આવી રહી છે. અહીં હજારો હરિભક્તો પોતાની સેવા આપી રહ્યા છે. કેટલાક ભક્તો તો એવા છે જેના વિશે જાણીને તમને પણ આશ્ચર્ય થશે.
આવા જ એક ભક્તો છે સુરેશભાઈ જે શતાબ્દી મહોત્સવમાં ટોયલેટ સાફ કરવાનું કામ કરે છે. તેઓ કોઈ સામાન્ય માણસ નથી તેઓ પોતાના પરિવાર સાથે છેલ્લા કેટલાય વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયા છે અને ત્યાં તેમનો હોટલનો વ્યવસાય છે જેમાંથી તે લાખો રૂપિયાની કમાણી કરે છે.
પરંતુ પ્રમુખસ્વામી મહારાજ પ્રત્યે તેમને એટલી લાગણી હતી કે શતાબ્દી મહોત્સવ માટે તેઓ અમેરિકાથી ભારત આપ્યા અને અહીં આ સેવા આપી રહ્યા છે. સામાન્ય રીતે વિદેશમાં રહેતા લોકો નું વર્તન અલગ જ હોય છે તેઓ ભારત આવે તો પોતાના ઘર માટે પણ કોઈ કામ કરતા નથી.
પરંતુ અમેરિકામાં રહેતા સુરેશભાઈ છેલ્લા ઘણા દિવસોથી અમદાવાદમાં રહે છે અને ટોયલેટ સાફ કરવાનું કામ કરે છે. સૌથી મહત્વની વાતો એ છે કે તેઓ માને છે કે આ કામ કરીને પણ તેઓ ધન્યતા અનુભવી રહ્યા છે