હિમાચલ અને હરિયાણાની સરહદ પર આવેલું છે ત્રિલોકપુર. અહીં એક દેવી માતાનું મંદિર આવેલું છે જે ખૂબ જ પ્રખ્યાત છે. અહીં જે દેવી માં છે તેને વૈષ્ણોદેવીના બાળ સ્વરુપ તરીકે પુજવામાં આવે છે. અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે. આ મંદિરને દેવી બાલા સુંદરીના મંદિર તરીકે ઓળખવામાં આવે છે.
બાલા સુંદરી માતાનું મંદિર ચમત્કારી છે. અહીં ભક્તો દુર દુરથી દર્શન કરવા આવે છે. આ મંદિર વિશે લોકવાયકા છે કે માતાજીએ મીઠાના વેપારીને સપનામાં આવી દર્શન આપ્યા અને તેને કહ્યું કે તે મીઠાની ગુણીમાં આવ્યા છે અને તે હવે તેના આંગણામાં આવેલા પીપળાના મૂળમાં જ રહેશે. ત્યાં મંદિરનું નિર્માણ કરાવો. માતાજીની આ વાત સાથે જ પીપળાનું વૃક્ષ ફાટ્યું અને તેમાંથી દેવી પ્રગટ થયા. ત્યારબાદ અહીં મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું.
આ મંદિર બનતા 3 વર્ષનો સમય લાગ્યો હતો. આ મંદિર મુઘલ સ્થાપત્ય સાથે બનાવવામાં આવ્યું છે. આ મંદિર વિશે પ્રખ્યાત છે કે જે વ્યક્તિ અહીં દર્શન કરવા આવે છે તેની મનોકામના અચૂક પુરી થાય છે. ભક્ત જે પણ માંગે છે તે પુરું થાય છે. આ મંદિરમાં વર્ષમાં 2 વખત મેળો ભરાય છે. આસો અને ચૈત્ર માસની નવરાત્રી પર અહીં ખાસ મેળાનું આયોજન થાય છે.