આપણા દેશમાં મોટાભાગના લોકો ધર્મમાં આસ્થા ધરાવે છે. આ જ કારણે ભારતમાં અનેક પ્રાચીન મંદિરો આવેલા છે. તેમાંથી કેટલાક મંદિરો વિશે એવી પણ માન્યતા છે કે અહીં ભગવાન સાક્ષાત બિરાજે છે. આવા મંદિરોમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવતા હોય છે. ભક્તોની શ્રદ્ધાનું કારણ એક એ પણ હોય છે કે તેમને કોઈને કોઈ રીતે ભગવાનના ચમત્કારનો અનુભવ થયો હોય છે.
લોકો જેમનામાં શ્રદ્ધા ધરાવતા હોય છે તેમની માનતાઓ પણ રાખતા હોય છે. ઘણી વખત જીવનમાં સમસ્યાઓ આવે ત્યારે પણ લોકો ભગવાનની માનતા રાખે છે. આવી સ્થિતિમાં ભગવાન પણ તેમનો પરચો બતાવીને ભક્તના દુઃખ દૂર કરતા હોય છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આવું જ એક ચમત્કારિક મંદિર આવેલું છે. આ મંદિર પણ તેના ચમત્કારોના કારણે ખૂબ જ જાણીતું છે. સરા નામના ગામમાં મેલડી માતાજીનું મંદિર આવેલું છે. ભક્તો અહીં દૂર દૂરથી દર્શન કરવા આવે છે. અહીં દર્શને આવતા ભક્તોનું કહેવું છે કે તેઓ શ્રદ્ધાથી જે પણ વસ્તુની મનોકામના કરે છે તે માતાજીના આશીર્વાદથી પૂરી થાય છે. મનોકામના પૂર્ણ થવાની સાથે જ ભક્તો માતાજીના દર્શન કરવા પહોંચી જાય છે. ભક્તોનું માનવું છે કે માતા મેલડી આ મંદિરમાં સાક્ષાત બિરાજમાન છે.
માતા મેલડી નું આ મંદિર દોઢસો વર્ષ જૂનું છે. એક સમયની વાત છે અહીં રહેતા એક વ્યક્તિ ની સ્થિતિ આર્થિક રીતે સધ્ધર ન હતી. પરંતુ તે માતા મેલડી માં શ્રદ્ધા ધરાવતો હતો અને તેણે માતાના તહેવારની ઉજવણી કરવી હતી. તે પૈસાને લઈને જિંદગી થતો તેવામાં ગામમાં એક શેઠ આવ્યા અને તેને તહેવારની ધામધૂમથી ઉજવણી કરી. ત્યારબાદ ગામ લોકોએ અહીં મંદિરનું નિર્માણ કરાવડાવ્યું.
ભક્તોનું કહેવું છે કે માતા મેલડી ની માનતા રાખવાથી કોઈ પણ કાર્ય પૂર્ણ થઈ જાય છે.. જે લોકોનો વેપાર ધંધો ચાલતો ન હોય તે અહીં આશીર્વાદ લેવા આવે છે અને તેમની સમસ્યાઓ દૂર થવા લાગે છે.