અહીં બિરાજતા મેલડીમાના દર્શન કરવાથી ભક્તોના મનની ઈચ્છા 24 કલાકમાં થાય છે પૂર્ણ

આપણા દેશમાં નાના મોટા લાખોની સંખ્યામાં મંદિરો આવેલા છે. દરેક મંદિર સાથે હજારો લોકોની માનતા જોડાયેલી હોય છે. ગુજરાતની વાત કરીએ તો અહીં ખૂણે ખૂણે મંદિરો આવેલા છે. રાજ્યમાં મેલડી માતાના પણ ઘણા મંદિરો આવેલા છે. આ બધા મંદિરોમાં માતા હાજરાહજૂર વીરા જે છે.

માતા મેલડી નું આવું જ એક અનોખુ સ્થાનક ધોળાકૂવામાં આવેલું છે. ભાવનગરના પાલીતાણામાં આ સ્થાન આવેલું છે અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે. ધોળાકુવા વાળી મેલડી માં ના દર્શન કરવાથી ભક્તો ધન્યતા અનુભવે છે. અહીં દર્શન કરવાથી ભક્તોની માનતા ગણતરીના કલાકોમાં પૂરી થાય છે.

મંદિરના ઇતિહાસ અનુસાર અહીં પહેલા અમર્યા રાક્ષસનો ત્રાસ હતો. તેનાથી કંટાળીને લોકોએ માતા મેલડીને પ્રાર્થના કરી અને રાક્ષસના ત્રાસ માંથી દૂર કરાવવા કહ્યું. રાક્ષસ સાયલા પાસે એક ગામમાં છુપાઈ ગયો હતો. ત્યારે માતાએ એક બાળાનું સ્વરૂપ ધારણ કરીને રાક્ષસનો નાશ કર્યો. ત્યારથી અહીં ધોડાકુવા વાળી મેલડી માં તરીકે તેમની પૂજા થાય છે. અહીં દર્શન કરીને ભક્તોને શાંતિનો અનુભવ થાય છે.

Leave a Comment