આંબાલાલે આપી અગત્ય ની આગાહી હવે કોઈ પણના ચહેરા દેખાશે ખુશ……

દેશમાં આ વખતનો શિયાળો હુંકાળો રહ્યો છે. ગુજરાતમાં પણ 38 વર્ષનો આ શિયાળો સૌથી ગરમ રહ્યો છે કારણ કે ઉત્તર તરફના પવન આવવામાં ઘણી વખત વિલંબ થતો હતો. આ વખતે શિયાળામાં વરસાદનો ગર્ભ પણ થવામાં નથી. ધૂળકટની સ્થિતિ પણ જોવા મળી છે.

2021ના માર્ચના આગામી દિવસોમાં હજુ ગલ્ફ તરફનું ધૂળકટ ગુજરાતના વિસ્તારોને પ્રભાવિત કરી શકે તેમ છે, તેવું ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે.

માર્ચ તા.28થી 31માં ગલ્ફ તરફથી આવતું ધૂળકટ કચ્છ તેમજ ઉત્તર ગુજરાતના ભાગોમાં આવી શકે. આ અરસામાં ગુજરાતના ભાગોમાં વાદળો પણ આવે. વાદળો એપ્રિલની શરૂઆતમાં પણ જોવા મળે.

માર્ચના પાછલા દિવસોમાં દરિયામાં હલચલ જોવા મળે. બંગાળના ઉપસાગરમાં એપ્રિલની શરૂઆતમાં સામાન્ય ચક્રવાતની અસરો જણાય.

અરબ સાગર અને બંગાળના ઉપસાગરના ભેજના લીધે ગુજરાતમાં પણ તા.3થી 6 એપ્રિલ વાદળો આવે. તા.29થી 31 માર્ચ સુધીમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા અને કમોસમી વરસાદની શક્યતા રહે. પશ્ચિમી વિક્ષેપ એપ્રિલની શરૂઆતમાં પણ આવે. જે ગુજરાતના હવામાનને પ્રભાવિત કરી શકે. એપ્રિલ તા.10થી બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની ગતિવિધિ જોવા મળે.

તા.18થી 20 એપ્રિલમાં ચક્રવાતની સ્થિતિ જોવા મળે. જેના લીધે કચ્છ, સાબરકાંઠા, પંચમહાલ અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં હવામાનમાં પલટો આવી શકે છે.

માર્ચ તા.29થી એપ્રિલની શરૂઆત સુધીમાં સૌરાષ્ટ્રની દરિયા કિનારે વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના રહેલી છે. લી.નીનોના વર્ષની અસર હોવા છતાં

હજુ પણ બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની ગતિવિધિ વધવાની શક્યતા રહે છે. જો કે, આ વાવાઝોડા દક્ષિણ પૂર્વીય તટને પ્રભાવિત કરી શકે.

Leave a Comment