પીલીભીત ના જહાનાબાદમાં એક અત્યંત હૃદય દ્રાવક ઘટના બની હતી. અહીં ફટાકડામાં થયેલા વિસ્ફોટના કારણે એક ઘરની ત્રણ દીકરીઓ અને સગી બહેનોના એક સાથે મોત થયા. જ્યારે આ બહેનોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા ત્યારે ગામના દરેક વ્યક્તિની આંખ ભીની થઈ ગઈ અને ચારે તરફથી લોકોનો રડવાનું જ અવાજ સંભળાતો હતો.
જહાનાબાદના આ પરિવારની ત્રણ દીકરીઓ હતી. ત્રણેય સગી બહેનોના લગ્ન માતા પિતા ધામધૂમથી કરશે અને તેમને સાસરે વળાવશે તેવા સપનાઓ પરિવારના લોકોએ જોયા હતા. પરંતુ આ બધા જ સપના અધૂરા રહી ગયા. દીકરીઓના હાથ પીડા થાય તે પહેલા જ તેમણે મોતની ચાદર ઓઢી લીધી. આ પરિવારની ત્રણ સગી બહેનો ના એક સાથે મોત થતાં પરિવાર ઉપર આભ તૂટી ગયું.
અહીં ઘરમાં ફટાકડાના ત્રણ બોક્સ રાખવામાં આવ્યા હતા. જેમાં અચાનક જ વિસ્ફોટ થતા ઘરમાં રહેલી ત્રણ સગી બહેનોના પણ વિસ્ફોટના કારણે મોત થયા. ત્રણેય બહેનોના મૃતદેહને બરેલી ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. સમગ્ર પ્રક્રિયા પછી બહેનોના મૃતદેહને ઘરે મોકલવામાં આવ્યા ત્યારે આખું ગામ એકત્ર થઈ ગયું હતું.
આ પરિવારની ત્રણેય દીકરીઓના લોકો વખાણ કરી રહ્યા હતા. એકત્ર થયેલા લોકો અકસ્માતની એ ઘડીને રડતા હૃદયે કોસતા હતા. વિસ્ફોટ પછી પણ દોઢ કલાકની જહેમત બાદ લોકોને ત્રણ બહેનોના મૃતદેહ મળ્યા હતા. મૃતદેહ ની હાલત પણ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી જેને જોઈને પરિવારના સભ્યો આઘાતમાં સરી પડ્યા.
જાણવા મળતી માહિતી અનુસાર ત્રણે દીકરીઓના પિતા વેપારી હતા અને તેમણે ઘરના બીજા માળે ફટાકડાના 25 બોક્સ રાખ્યા હતા. કોઈ કારણોસર ફટાકડામાં આગ લાગી અને જે ધડાકા થયા તેના કારણે બે રૂમ ધરાશાયી થઈ ગયા. આ કાટમાળમાં વેપારીની ત્રણ દીકરીઓ દબાઈ ગઈ. હતી.
જ્યારે અંતિમ વિધિ માટે મૃતદેહને લઈ જવામાં આવ્યા ત્યારે પરિવારજનો જ નહીં પરંતુ ગામ લોકો પણ ધૃષ્કે ધ્રુસકે રડી પડ્યા. અંતિમ વિધિ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
ગામમાં ત્રણ બહેનોના એક સાથે મોત થતાં. મોહરમ માટે નો તખત ઉગાડવાની વિધિ પણ અટકાવી દેવામાં આવી હતી. લોકોએ તેની શરૂઆત પણ કરી દીધી હતી પરંતુ ગામમાં આટલી મોટી દુર્ઘટના બની જતા તેની તૈયારીઓ અટકાવી દેવામાં આવી હતી.