આખી દુનિયાનું શ્રેષ્ઠ ગામ, 1100 લોકોમાંથી 300 લોકો રહે છે વિદેશમાં, ગામ લોકો જમે છે એક જ રસોડે

દરેક ગામની અલગ અલગ ખાસિયતો હોય છે. આજે તમને એક આવા જ ખાસ ગામ વિશે જણાવીએ. ગુજરાતનું આ ગામ શ્રેષ્ઠ ગામ તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત થયું છે. મહેસાણા નું ચાંદણકી ગામ એક સર્વશ્રેષ્ઠ ગામ તરીકે ઉદાહરણ પૂરું પાડે છે.

આ ગામમાં 1100 લોકોની વસ્તી છે. તેમાંથી 300 થી વધુ લોકો ઓસ્ટ્રેલિયા કેનેડા અમેરિકા જેવા દેશોમાં વસવાટ કરીને કમાણી કરી રહ્યા છે. આ ગામમાં 40 થી 50 લોકો એવા છે જેની ઉંમર 60 વર્ષથી વધુની છે અને તેમના સંતાનો વિદેશમાં સ્થાયી થયા હોય. આવા લોકો માટે ગામમાં એક રસોડું શરૂ કરવામાં આવ્યું છે જ્યાં રોજ સવાર સાંજ બધા જ વૃદ્ધો સાથે જમે છે.

આ ગામના સરપંચ 57 વર્ષીય પૂનભાઈ પટેલ છે. આ ગામના મોટાભાગના યુવાનો વિદેશમાં હોવાથી ગામમાં યુવાનોની સંખ્યા નથી તેમ છતાં ગામ ખૂબ જ સ્વચ્છ અને સુંદર છે અને અહીં દરેક પ્રકારની પ્રાથમિક જરૂરિયાતો પૂરી થાય છે.

આગળના સરપંચ જણાવે છે કે 20 વર્ષ તેઓ ન્યૂયોર્કમાં રહ્યા હતા તેમનું એક ઘર અમદાવાદમાં છે પરંતુ તેમ છતાં છેલ્લા ત્રણ વર્ષથી તે આ ગામમાં આવીને વસી ગયા છે. આ ગામ એટલું સુંદર અને સ્વચ્છ છે કે અહીંથી જવાનું કોઈને મન થતું નથી તેથી જેમના સંતાનો વિદેશમાં સ્થાયી થયા છે તેવા માતા-પિતા પણ આ ગામમાં જ રહે છે.

આજથી આજથી દસ વર્ષ પહેલાં આ ગામમાં એક રસોડાની શરૂઆત કરવામાં આવી હતી જ્યાં ગામમાં વસતા બધા જ લોકો માટે મનગમતું ભોજન રોજ બનાવવામાં આવે છે. બધા જ વૃદ્ધો સવારે અને સાંજે અહીં જ જમવા આવે છે. જે લોકો ચાલીને અહીં આવવા માટે સક્ષમ ન હોય તેમના માટે ટિફિન પહોંચાડી દેવામાં આવે છે.

ગામના સરપંચ નું કહેવું છે કે અહીં રહેતા લોકો વચ્ચે પ્રેમ અને ભાઈચારો છે તેઓ ખૂબ જ સુંદર રીતે એકબીજાની સાથે જીવન જીવી રહ્યા છે. ગામમાં એટલો સંપ છે કે આજ સુધી ક્યારેય અહીં ચૂંટણી કરવી પડી નથી કોઈ પોલીસ કેસ પણ અહીંથી નોંધાયો નથી કારણકે લોકો એકબીજાની સાથે હળી મળીને રહે છે.

Leave a Comment