આખી રાત નહેરમાં હનુમાનજીની પ્રતિમાને વળગીને બેસી રહ્યો વાનર… ચમત્કારિક રીતે સંકટમોચન ને બચાવ્યો કપીરાજનો જીવ

રામ રાખે તેને કોણ ચાખે… આ કહેવત અત્યાર સુધીમાં તમે ઘણી વખત સાંભળી હશે પરંતુ આ વાતનું ઉદાહરણ પૂરું પાડતી ઘટના જોઈ નહીં હોય. જીવન મરણ વચ્ચેથી પણ જો ભગવાન ધારે તો તમને બચાવી શકે છે. આ વાતનું ઉદાહરણ પૂરું પાડતો એક વીડિયો સામે આવ્યો છે.

સોશિયલ મીડિયા પર આ ઘટના સામે આવી છે. ઘટનાની જાણવા મળતી માહિતી અનુસાર એક નહેરમાં તસમસ્તા પાણી વચ્ચે એક વાનર પડી ગયો હતો. વાનર નું બચવું લગભગ અશક્ય હતું પરંતુ ત્યારે જ એક ચમત્કાર થયો. આ ઘટના ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદની હોવાનું સામે આવ્યું છે. આ વિડીયો ટ્વિટર ઉપર શેર કરવામાં આવ્યો હતો.

વીડિયોમાં જોવા મળે છે કે એક વાનર નહેરની વચ્ચે પડેલી હનુમાનજીની પ્રતિમાને વળગીને બેસેલો છે. હકીકતમાં આ વાનર નહેરના પાણીમાં ફસાઈ ગયો હતો અને તેણે બચવા માટે મૂર્તિનો સહારો લીધો. આખી રાતે ગંગા નહેરના ઠંડા પાણી વચ્ચે ગયો હતો પરંતુ તેમ છતાં તે હનુમાનજીની પ્રતિમાને વળગી રહ્યો. બીજા દિવસે સવારે લોકોએ આ દ્રશ્ય જોયું તો તુરંત જ રેસ્ક્યુટિવ ને જાણ કરવામાં આવ્યું.

બચાવ કર્મચારી તુરંત જ સ્ટેપ પહોંચ્યા અને બોટ લઈને કપીરાજ ને બચાવ્યો. આ સમગ્ર ઘટનાને કોઈએ વીડિયોમાં કેદ કરી લીધી અને પછી સોશિયલ મીડિયા પર શેર કરી છે હવે વાયરલ થઈ ગઈ છે

Leave a Comment