દરેક વ્યક્તિએ જીવનમાં આગળ વધવું હોય તો અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી છે. જોકે ઘણા બાળકો પોતાની આર્થિક સ્થિતિ ખરાબ હોવાના કારણે શિક્ષણથી વંચિત રહી જાય છે અને નાની ઉંમરમાં જ કામ કરવા લાગી જાય છે. આવી સ્થિતિમાં તેમનામાં આવડત હોવા છતાં તેઓને નાના મોટા કામ કરીને જીવન ગુજારવું પડે છે. આવા બાળકો અભ્યાસથી વંચિત ન રહી જાય તે માટે એક શિક્ષકે અનોખી પહેલ કરી છે.
એક એવા શિક્ષક છે જે માત્ર એક રૂપિયો ફી લઈને ગરીબ પરિવારના બાળકોને ભણાવી રહ્યા છે. ગરીબીના કારણે કોઈ પણ બાળક અભ્યાસથી વંચિત ન રહી જાય તે માટે આ શિક્ષક માત્ર એક રૂપિયો ફી લે છે જેથી દરેક વ્યક્તિ પોતાના બાળકને અભ્યાસ માટે મોકલી શકે.
આ ઉમદા કામ કરનાર શિક્ષકનું નામ આર કે શ્રીવાસ્તવ છે. તેઓ બિહારના રોહતંગ વિસ્તારમાં રહે છે. અહીં તેઓ ગરીબ પરિવારના બાળકોને અભ્યાસ કરાવે છે અને તેઓ સારી નોકરી કરે તેવા પ્રયત્ન કરે છે.
સ્થાનિક લોકો તેમને મેથેમેટિક્સના ગુરુ તરીકે પણ સંબોધે છે. આજના સમયમાં જ્યાં શિક્ષણ દિવસોને દિવસે મોંઘુ થતું જઈ રહ્યું છે ત્યાં આપ શિક્ષક વિદ્યાર્થીઓના ઉજવળ ભવિષ્ય માટે એક રૂપિયો ફી લઈને તેમને અભ્યાસ કરાવે છે. એક રૂપિયાની સીમા પર તેઓ વિદ્યાર્થી પર પૂરતું ધ્યાન આપે છે અને તેમને સારી રીતે અભ્યાસ કરાવે છે. તેમને ત્યાં ભણેલા ઘણા વિદ્યાર્થીઓ આઈ આઈ ટી અને એનઆઈટી પાસ કરી ચૂક્યા છે.