તમે એવા ઘણા લોકો જોયા હશે જેની ઊંચાઈ ખૂબ જ વધારે હોય એટલે કે તે સામાન્ય લોકો કરતા ઘણા લાંબા હોય. પરંતુ ઊંચાઈ જ્યારે હદ કરતા વધારે હોય તો તેમ વ્યક્તિ માટે સમસ્યાનું કારણ બની જાય છે કારણ કે લાંબા વ્યક્તિને પાર્ટનર ઝડપથી મળતા નથી.
આવી જ એક કહાની અને તકલીફ એક મોડલની છે જે દુનિયાની સૌથી લાંબી વ્યક્તિ છે. મોડેલ એટલી લાંબી છે કે તેને ડેટિંગ કરવા માટે છોકરો નથી મળી રહ્યો. આ મોડલના પગ એટલા લાંબા છે કે તેનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે.
આ મોડલની વાત પણ ખૂબ જ રસપ્રદ છે. તે એક દ્રશ્યની યુવતી છે અને તેનું નામ એકેટેરી લીસી છે. તેની ઊંચાઈ છ ફૂટ 9 ઇંચ ની છે. ઊંચાઈના કારણે તેનું નામ ગીનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે.
જોકે આ ઊંચાઈ તેની લવ લાઈફને ડિસ્ટર્બ કરી રહી છે. તે 34 વર્ષની છે છતાં પણ તેને બોયફ્રેન્ડ નથી મળી રહ્યો. તેણે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે તેની આ ઊંચાઈના કારણે તેનું નામ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું પણ આવું થાય તેના માટે સમસ્યા બની ગઈ છે. તેનું કહેવું છે કે સંબંધોમાં ઊંચાઈથી કોઈ ફરક પડતો નથી આ વાત સમજવી જોઈએ. લોકો છોકરીની ઊંચાઈ વધારે હોય અને છોકરા ને ઓછી તો તેને યોગ્ય માનતા નથી.
તે પોતાનાથી એક ફૂટ ટૂંકા છોકરાને ડેટ કરવા પણ તૈયાર છે પરંતુ છોકરાઓ લાંબી યુક્તિ સાથે બેટિંગ કરવા તૈયાર થતા નથી. તેના માતા પિતાની ઊંચાઈ પણ ૬ ફૂટ થી વધારે છે. તે પોતાના instagram પરથી પોતાના ફોટો અને વિડીયો ઘણી વખત શેર કરતી હોય છે તેના instagram ઉપર એક મિલિયન થી વધારે ફોલોવર્સ છે. તેના પગની લંબાઈ સૌથી વધારે છે. લંબાઈના કારણે તેને ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે.
પ્લેનમાં કે કારમાં બેસવું તેના માટે સમસ્યા બની જાય છે તેની માટેના પેન્ટ અને શુઝ પણ ઉપલબ્ધ હોતા નથી તેને અલગથી ઓર્ડર આપીને બનાવવો પડે છે.