મેષ – આ સપ્તાહ દરમિયાન સામાજિક કાર્યોમાં સક્રિય રહેશો. જોકે ખોરાકની બાબતમાં સાવધાની ન રાખવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર થઈ શકે છે. આહારનું ધ્યાન રાખો અને મુસાફરી કરતો વખતે સાવધાની રાખો
વૃષભ – સપ્તાની શરૂઆત ખૂબ જ સારી રહેશે પરંતુ સપ્તાહ દરમિયાન કામકાજમાં વ્યસ્ત રહેશો. પરિવારની કોઈ વ્યક્તિ બીમાર થઈ શકે છે જેની સંભાળ રાખવામાં સમય પસાર થશે પરિવારનો અને સહકર્મીઓનો સાથ મળવાથી આનંદ અને પ્રસન્નતા અનુભવશો.
મિથુન – વ્યવસાય સંબંધિત મુદા પર ખાસ ધ્યાન આપશો. કોઈપણ સાથે વાતચીત કરતી વખતે આક્રમક ન થવું. અંગત જીવનને લઈને સંઘર્ષ કરવો પડી શકે છે પરિવાર માટે સમય કાઢો
કર્ક – જીવનસાથી સાથે મળીને ભવિષ્ય અંગે નિર્ણય લઈ શકો છો. કાર્યમાં સફળતા મળવાની શક્યતા ખૂબ જ વધારે છે. નજીકની કોઈ વ્યક્તિ તમને ભેટ આપી શકે છે. સામાજિક કાર્યક્રમમાં હાજરી આપશો.
સિંહ – આજે તમને ચોકાવનારા સત્ય જાણવા મળશે. જે કાર્ય માટે પ્રયાસ કરી રહ્યા હતા તેમાં સફળતા પ્રાપ્ત થશે. પરિવારના સભ્યો સાથે બહાર ફરવાનું થઈ શકે છે
કન્યા – મહેનત કરવાથી સફળતા પ્રાપ્ત થશે. અગાઉ કરેલી મહેનતનું ફળ પ્રાપ્ત થશે. તમારા વિચાર અને અભિપ્રાય બદલવા જરૂરી છે . તમારું વર્તન સકારાત્મક રાખવાથી ઉદ્દેશ સિદ્ધ થશે
તુલા – આજે સ્વાસ્થ્ય સમસ્યા થઈ શકે છે જોકે સાવધાની રાખવાથી તેનાથી બચી શકાય છે. ફાસ્ટ ફૂડ ખાવાથી સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે તેથી ખોરાક પર ધ્યાન આપવું.
વૃશ્ચિક – ખુશ રહેવું શારીરિક સ્વાસ્થ્ય પર આધાર રાખે છે. આહાર શૈલી પર અને શારીરિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું અને ખરાબ ટેવોનો ત્યાગ કરવો. ફિટ રહેવું ભવિષ્ય માટે જરૂરી છે
ધન – છેલ્લા કેટલાક સમયથી જે ઉપેક્ષા અનુભવાય રહી હતી તે હવે દૂર થશે અને તમે આકર્ષણનું કેન્દ્ર બનશો. પરિસ્થિતિ તમને અનુકૂળ થઈ શકે છે. સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું અને સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય તેવી વસ્તુઓનું સેવન ન કરવું.
કુંભ – સ્વાસ્થ્યમાં ફેરફાર થઈ શકે છે. તેથી વ્યાયામ ઉપર ખાસ ધ્યાન આપવું. નિયમિતપણે સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરશો તો ભવિષ્ય ઉજવડે રહેશે.
મીન – સ્વાસ્થ્ય સૌથી મોટી મહત્વની મિલકત છે તેથી તેની કાળજી કરવી પણ જરૂરી છે સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ કાર્ય જેમ કે રમતગમત કસરત વગેરે કરવા માટે સમય શુભ છે. શરૂઆત કરી દો અને તેનો જાળવી રાખો. આમ કરવું ભવિષ્ય માટે ફાયદાકારક છે.