બોલીવુડમાં ઘણા એવા અભિનેતા અને અભિનેત્રીઓ છે જેવો મૂળ ગુજરાતના હોય. આવા કલાકારો પહેલા ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે અને ત્યાર પછી તેઓ બોલીવુડમાં પોતાની કલાના ઓજસ પાથરી રહ્યા છે. આજે તમને આવા જ એક ગુજરાતી અભિનેત્રી વિશે જણાવીએ જે બોલીવુડની સદાબહાર અભિનેત્રી બની ચૂકી છે
આ અભિનેત્રી છે આશા પારેખ. આશા પારેખની કર્મભૂમિ તો મુંબઈ છે પરંતુ તેની જન્મભૂમિ ગુજરાત છે. તેમણે અભિનયની શરૂઆત પણ ગુજરાતી ફિલ્મોથી કરી. સૌથી પહેલા તેમણે અખંડ સૌભાગ્યવતી, કુળ વધુ જેવી યાદગાર ફિલ્મોમાં કામ કર્યું. ત્યાર પછી તેમણે બોલિવૂડમાં પોતાની કારકિર્દી શરૂ કરી. આશા પારેખનો જન્મ 2 ઓક્ટોબરના રોજ બેંગ્લોરમાં થયો હતો પરંતુ તેમનું મૂળ ગામ ભાવનગરના મહુવાનું છે .
આશા પારેખ ને 16 વર્ષની ઉંમરે અભિનયની શરૂઆત કરી દીધી હતી. જોકે વિજય ભટે તેને ગુંજ ઊઠી શહનાઈ ફિલ્મમાંથી રિજેક્ટ કરી દીધી હતી. ત્યાર પછી તે જ વર્ષમાં આવેલી એસ મુખર્જીની ફિલ્મ દિલ દે કે દેખોમાં શમ્મી કપૂર સાથે તેને મુખ્ય અભિનેત્રી તરીકે કામ શરૂ કર્યું.
આશા પારેખ સુપ્રસિદ્ધ અભિનેત્રી હોવાની સાથે સમાજ સેવાના કાર્યોમાં પણ આગળ રહે છે. તેઓ સેન્સર બોર્ડના પણ ચેર પર્સન રહી ચૂક્યા છે.
આશા પારેખ આજીવન કુંવારા રહ્યા. એટલું જ નહીં કોઈપણ અભિનેતા સાથે તેમના સંબંધો ચર્ચામાં પણ રહ્યા નથી આજે પણ તેઓ 80 વર્ષની ઉંમરે જાજરમાન જીવન જીવી રહ્યા છે.