આ ગામમાં માતાજી છે હાજરાહજૂર, કોઈપણ વ્યક્તિ ઘરમાં કે દુકાનમાં નથી મારતા તાળું

ગુજરાતની ધરતી ખૂબ જ પવિત્ર ધરતી છે અને અહીં અનેક તીર્થ સ્થળો આવેલા છે. ગુજરાતમાં આવેલા કેટલાક તીર્થ સ્થળો દેશ વિદેશમાં પણ પ્રખ્યાત છે. આવું જ એક પ્રખ્યાત મંદિર માતા મોગલ નું ભગુડા ખાતે આવેલું છે. ભગુડા ગામ ભાવનગર જિલ્લામાં આવેલું છે અને અહીં નામના ઋષિએ તપસ્યા કરી હતી તેથી આ ગામનું નામ ભગુડા રાખવામાં આવ્યું છે.

અહીં માતા મોગલ બિરાજે છે. માતા મોગલ નું પ્રખ્યાત મંદિર અહીં આવેલું છે અને અહીં હજારોની સંખ્યામાં રોજ ભક્તો દર્શન કરવા આવે છે અને ધન્યતા અનુભવે છે. માતા મોગલના ચરણે આવેલા ભક્તો પોતાની ચિંતા ને માતા ના ચરણોમાં મૂકી દે છે. માતા પણ દર્શન કરવા આવનાર દરેક ભક્તની ચિંતા ને દૂર કરી દે છે.

અત્યાર સુધીમાં લાખો ભક્તોને માતાજી એ પરચા આપ્યા છે. જ્યારે માતાજીનો પરચો મળે એટલે ભક્તો દૂર દૂરથી પણ અહીં દર્શન કરવા પહોંચી જતા હોય છે આ સ્થાન એટલું પવિત્ર છે અને માતાજીની હાજરી અહીં હોય છે તેથી ગ્રામજનો પણ નિશ્ચિત રહે છે

તમને જાણીને નવાઈ લાગશે કે આ ગામના કોઈપણ ઘર કે દુકાનમાં લોકો તાળા મારતા નથી. માન્યતા છે કે અહીં માતાજી હાજર હજૂર હોય છે અને તેથી અહીં ક્યારેય ચોરીનો બનાવ બનતો નથી.

Leave a Comment