છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં મેઘરાજાએ વિરામ લીધો છે. મેઘરાજાએ વરસાદના બીજા રાઉન્ડમાં ધમાકેદાર બેટિંગ કરી અને રાજ્યના કેટલાક જિલ્લાઓને પાણી પાણી કરી દીધા હતા. હવે ફરી એકવાર ઓગસ્ટ મહિનામાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગ નું જણાવવું છે કે રાજ્યમાં આગામી સમય દરમ્યાન ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં હળવા થી મધ્યમ વરસાદ થઈ શકે છે. આગાહી અનુસાર આગામી પાંચ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં વિશેષ વરસાદ થશે.
રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 41% થી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. તેવામાં નક્ષત્રો પરથી આગાહી કરતા આગાહીકારોનું પણ કહેવાનું છે કે, 3 ઓગસ્ટ થી આશ્લેશા નક્ષત્રની શરૂઆત થશે. આ નક્ષત્ર 16 ઓગસ્ટ સુધી રહેશે અને તેનું વાહન મોર છે. મોરને વરસાદ ખૂબ જ પ્રિય હોવાથી આ નક્ષત્ર દરમિયાન રાજ્યમાં સારો એવો વરસાદ પડે તેવી સંભાવના છે.
ગત જુલાઈ માસની વાત કરીએ તો જુલાઈ માસ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ નોંધાયો હતો. જુલાઈ માસ દરમિયાન થયેલા ભારે વરસાદના કારણે રાજ્યમાં 70% વરસાદ થઈ ચૂક્યો છે. તેવામાં હજુ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મા નો વરસાદ બાકી છે.
બીજા રાઉન્ડના વરસાદમાં જ રાજ્યના અનેક જળાશયો અને નદી પાણીથી છલોછલ થઈ ચૂક્યા છે. આ વર્ષે જુલાઈ માસ દરમિયાન રાજ્યમાં રેકોર્ડ બ્રેક વરસાદ નોંધાયો છે. નિષ્ણાતોનું કહેવું છે કે છેલ્લા 50 વર્ષમાં પ્રથમ વખત એવું થયું છે કે જુલાઈ માસ દરમિયાન સૌથી વધુ વરસાદ નોંધાયો હોય. જુલાઈ માસ દરમિયાન કચ્છ સહિત રાજ્યભરમાં સારો એવો વરસાદ નોંધાઈ ચૂક્યો છે.