દરેક વ્યક્તિના જીવનમાં સુખ અને દુઃખ આવે છે. જેમ સુખના દિવસો પસાર થઈ જાય છે તેમ દુઃખનું પણ અંત આવે છે અને જીવનમાં ખુશાલી આવે છે. પરંતુ કેટલાક લોકો એવા હોય છે જેમના જીવનની સમસ્યાઓનો અંત આવતો જ નથી. આવી સ્થિતિમાં તેઓ મજબૂરીમાં જીવન જીવે છે.
આવી જ સ્થિતિ ત્રણ બહેનોની છે. આ ત્રણ બહેનો પણ આખા દિવસ મહેનત કર્યા પછી પણ બે ટંક જમી શકે એટલું કમાઈ શકતા નથી. આ ત્રણેય બહેનો બારડોલીમાં રહે છે અને તેમના ઘરમાં ખાવાના પણ ફાફા છે.
આ ત્રણે બહેનોનું દુનિયામાં કોઈ નથી અને તેઓ એકલી એકબીજાની સાથે જીવન જીવીને દિવસો પસાર કરે છે. ત્રણ બહેનોમાં નલીની બહેને લગ્ન કર્યા નથી અને તેની બંને બહેનો જાગૃતીબેન અને ઉષાબેન તેની સાથે રહે છે.
ઉષાબેન ને જ્યારે સ્વાસ્થ્ય સમસ્યા થઈ તો તેમના પરિવાર એ તેનું સાથ છોડી દીધો તેથી તે પોતાની મોટી બહેન પાસે આવી ગયા. જ્યારે જાગૃતિબેનના પતિનું કોરોનાના કારણે અવસાન થયું તો તે પણ પોતાની બહેનશા પાસે આવી ગયા. હવે ત્રણેય બહેનો એકબીજાના સહારે જીવન જીવી રહી છે.
જોકે તેમને ગુજરાન ચલાવવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે. એવું નાનું મોટું કામ કરીને થોડા ઘણા પૈસા કમાય અને દૂધ લઈ શકે એટલા પૈસા મેળવે છે. જ્યારે કોઈ કામ ન મળે તો તેમને ખાવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કોઈના ઘરેથી ખાવાનું આવે તો ત્રણેય ખાઈ લે છે બાકી દિવસો ભૂખમાં પસાર કરે છે.