ગુજરાતના સોનુ સુદ તરીકે ઓળખાતા નિતીન જાની ગરીબોના મસિહા બની ગયા છે. જે પણ લોકો સંકટમાં હોય તેમની મદદ કરવા માટે નીતિન જાની કોઈપણ જગ્યાએ પહોંચી જાય છે. ખજૂર ભાઈ તરીકે ઓળખાતા નિતીન જાની ને હવે કોઈ ઓળખાણ ની જરૂર નથી.
કોમેડી વિડિયો થી તેણે લોકોની વચ્ચે પોતાની ઓળખ બનાવવાની શરૂઆત કરી હતી. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી તેઓ લોકોની મદદ કરીને અને લોક સેવાના કાર્યો કરીને લોકપ્રિય બની ગયા છે.
ગુજરાત રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં અત્યાર સુધીમાં તેમણે અનેક લોકોને ઘર બનાવીને રહેવા માટે છત પૂરી પાડી છે. આજે પણ જ્યારે તેમને ખબર પડે છે કે કોઈ વ્યક્તિ સંકટમાં છે ત્યારે તેની મદદ કરવા તે પહોંચી જાય છે.
જ્યારે તેઓ કોમેડી વિડિયો કરતા ત્યારે લાગતું કે તે એકદમ હસમુખ માણસ છે. પરંતુ હકીકતમાં ખજૂર ભાઈ એકદમ ભાવુક થઈ જાય તેવા વ્યક્તિ છે. આવા તેમના સેવાકીય કાર્યોમાં જોવા મળે છે તે કોઈને દુઃખી જોઈ શકતા નથી.
સોશિયલ મીડિયામાં તેઓ એક્ટિવ રહે છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી જ્યારે તેને ખબર પડે કે કોઈ વ્યક્તિને મદદની જરૂર છે તો તેઓ તુરંત ત્યાં પહોંચી જાય છે.
આમ તો તેના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે પરંતુ તાજેતરમાં જ એક એવો વિડિયો વાયરલ થયો છે જેમાં નિતીન જાની પોતે રડતા જોવા મળે છે. નીતિન જાની ની આંખમાં આંસુ એક દાદા ની કહાની સાંભળીને આવી ગયા.
તાજેતરમાં જ સાવરકુંડલાના થોરડી ગામે ભૂદેવ દાદાને મળવા માટે નીતિન જાની પહોંચ્યા હતા. વાવાઝોડા ના કારણે તેનું ઘર પડી ગયું હતું અને ત્યારથી તે નિરાધાર થઈ ગયા હતા. તે એટલા સક્ષમ ન હતા કે ઘર ફરીથી બનાવી શકે.
તેવામાં નિતીન જાણી ત્યાં પહોંચ્યા અને દાદાનું ઘર બનાવી આપ્યું. જોકે ઘર બને તે પહેલા નિતીનજાની સાથે વાત કરતા દાદાએ એવું કહ્યું હતું કે તેની સ્થિતિ એટલી ખરાબ છે કે ક્યારેક તેમને વિચાર આવે છે કે દવા પીને મરી જાય.
આટલું કહેતા કહેતા દાદા પોતે પણ રડવા લાગે છે તેને જોઈને નિતીન જાની પણ રડી પડે છે. ત્યાર પછી થોડા જ દિવસોમાં કેટલાક લોકોની મદદ થી નીતિન જાણી દાદા નું ઘર બનાવી આપે છે.