આ પાડો વર્ષે કમાય છે 20 લાખ રૂપિયા… દસ કરોડમાં પણ માલિક તેને વેચવા નથી થતો તૈયાર

દરેક પશુપાલકને પોતાના પશુ પ્રત્યે ખૂબ જ લાગણી હોય છે. તે પોતાના પશુને બાળકોની જેમ જ ઉછેરે છે અને તેનું ધ્યાન રાખતા હોય છે. આમ કરવાનું કારણ હોય છે કે પશુ તેમની આજીવિકાનું મુખ્ય સાધન હોય છે.

આજે તમને આવા જ એક પાડા વિશે જણાવીએ. આ પાડો તેના માલિકને જીવ કરતા પણ વધારે વાલો છે કારણ કે તેની કિંમત કરોડોની છે અને તે દર વર્ષે તેના માલિક માટે લાખો રૂપિયા કમાય છે.

ગોલુ નામનો આ પાડો હરિયાણામાં ખૂબ જ પ્રખ્યાત છે. તેના માલિકનું નામ નરેન્દ્રસિંહ છે. આ પાડા ની ઊંચાઈ પાંચ ફૂટ થી વધારે અને લંબાઈ 14 ફૂટની છે તેનું વજન 1.5 ટન છે. આ પાડા ને લોકો 10 કરોડ રૂપિયા આપીને ખરીદવા તૈયાર છે પણ તેના માલિક તેને વેચવા તૈયાર નથી.

આ પાડો ખાસ પ્રજાતિનો છે. આપણે જતીની ભેસ દૂધ માટે ખૂબ જ પ્રખ્યાત છે આ પ્રજાતિની ભેશ દિવસનું 26 લીટર દૂધ આપે છે. આ પ્રજાપતિનો પાડો બોલું 30 કિલો સુકોચારો અને સાત કિલો લીલો ચારો તેમજ ડ્રાયફ્રૂટ સહિતનો આહાર લે છે.

તેના માલિકને ગોલુ ના વીર્ય થી 20 લાખ ની કમાણી થાય છે. છે પ્રજાતિનો આ પાડો છે તેના વીર્યની માંગ ખૂબ જ હોય છે તેના એક ડોસ ની કિંમત ₹400 છે. અત્યાર સુધીમાં તેના વિડીયોના હજારો ડોઝ વેચવામાં આવ્યા છે જેનાથી હજારો ભેસ નો જન્મ થયો છે.

આ પાડા ના કારણે તેના માલિક વર્ષે 20 લાખ રૂપિયા કમાય છે. બજારમાં આ પાડા ની અંદાજિત કિંમત 10 કરોડ ગણવામાં આવે છે પરંતુ તેના માલિકને આ પાડો વેચવો નથી. કારણ કે તે આ પાડા ને પોતાના સંતાનની જેમ ઉછેરી અને સાચવે છે.

Leave a Comment