આ ફોટોને સ્પર્શ કરી કરી લો માતાના દર્શન, તમારા ઉપરથી સંકટ થઈ જશે દૂર

ભારત ધાર્મિક દેશમાંથી એક દેશ છે અહીં લાખોની સંખ્યામાં નાના મોટા અનેક મંદિરો આવેલા છે. અહીંના કેટલાક મંદિર વિશ્વભરમાં તેની વિશેષતા અને ચમત્કાર માટે પ્રખ્યાત છે. ભક્તોને આવા ચમત્કારની અનુભૂતિ અનેક મંદિરોમાં થાય છે.

ભારતમાં આવેલા કેટલાક મંદિર તો એવા છે જ્યાં થતા ચમત્કારનું કારણ આજ સુધી વૈજ્ઞાનિકો પણ જાણી શક્યા નથી. આજે તમને એક એવી જ જગ્યા વિશે જણાવીએ. આ મંદિર વિશે તમે ક્યારેય સાંભળ્યું નહીં હોય. આ મંદિર નજીક એક પુલ આવેલો છે જેમાં હંમેશા સફેદ પાણી હોય છે પરંતુ શહેર કે આસપાસમાં કોઈ દુર્ઘટના કે અપ્રિય ઘટના બને ત્યારે તેનું પાણી કાળું થઈ જાય છે અથવા તો લાલ થઈ જાય છે. વૈજ્ઞાનિકો પણ આજ સુધી આ વાતનું સંશોધન કરી શક્યા નથી.

આ મંદિર છે ખીર ભવાની મંદિર. કાશ્મીરની ખીણમાં પોપ્લરના વૃક્ષો વચ્ચે આ મંદિર આવેલું છે. આ મંદિર લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. અહીં અનેક ભક્તોને ચમત્કારનો અનુભવ થયો છે. માથામાં શ્રદ્ધા રાખતા ભક્તોને ખીર ભવાની માતાજી સંકટ આવવાનું હોય ત્યારે સંકેત આપે છે. મંદિરમાં આવેલા કુંડનું પાણી રંગ બદલવા લાગે છે.

આ મંદિર રામાયણ સમયનું છે. અહીં માતા દુર્ગા રાગ્ય સ્વરૂપમાં બિરાજે છે. આ મંદિર ખૂબ જ પૌરાણિક છે. માન્યતા છે કે જ્યારે પણ કાશ્મીર ઉપર સંકટના વાદળ ઘેરાય છે ત્યારે અહીંના કુંડનું પાણી બદલવા લાગે છે. પાણીનો રંગ કાળો અથવા તો લાલ થઈ જાય છે. જ્યારે કારગીલનું યુદ્ધ થયું હતું ત્યારે અહીંનું પાણી લાલ થઈ ગયું હતું. 2014માં જ્યારે અહીં પૂર આવ્યું હતું ત્યારે કુંડનું પાણી કાળું થઈ ગયું હતું. જ્યારે કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાં આવી ત્યારે તેનું પાણી લીલું થઈ ગયું હતું. જે સમૃદ્ધિ નો સંકેત છે.

પૌરાણિક કથા અનુસાર આ મંદિર પહેલા લંકામાં હતું. રાવણ માતાનો પરમ ભક્ત હતો. જ્યારે રાવણદેવી સીતાને લંકા લઈ ગયો ત્યારે માતાજી તેનાથી નારાજ થયા અને લંકા છોડીને કાશ્મીર આવી ગયા. જ્યારે હનુમાનજી સીતા માતાને શોધતા અલંકારમાં આવ્યા હતા ત્યારે ખીર ભવાની માતાજીએ તેમને લંકાને બદલે અન્ય કોઈ જગ્યાએ તેમની સ્થાપના કરવા કહ્યું. ત્યાર પછી હનુમાનજીએ દેવીની વાત માની અને કાશ્મીર ની આ જગ્યા એ તેમની પ્રતિમાને સ્થાપિત કરી. અહીં આવીને માતાજીને જે પણ વ્યક્તિ ખીરનો પ્રસાદ ચડાવે છે તેની મનોકામના અચૂક પૂરી થાય છે.

Leave a Comment