વીજળીનું કોઈ પણ કામ કરવાનું હોય તો સૌથી પહેલા મનમાં ચિંતા લાગે કે કરંટ ન લાગી જાય. વીજળીના ઝટકાથી નાની મોટી દરેક વ્યક્તિ ડરી જાય છે. તેથી જ હંમેશા વાયર અને થાંભલાઓથી આપણે દૂર રહીએ છીએ.
પરંતુ એક એવી વ્યક્તિ પણ છે જેને વીજળીના કરંટ ની કોઈ અસર જ થતી નથી. હકીકતમાં આ વાત સાચી છે.હરિયાણાના સોની પથ ના રહેવાસી દિપક જાંગરા જે 19 વર્ષનો છે તેને કોઈપણ પ્રકારનો ઈલેક્ટ્રીક શોક લાગતો નથી.
આ વાતની તેને જાણકારી થઈ પછી તેણે અનેક પ્રયોગો કર્યા પરંતુ અત્યાર સુધીમાં તેને ઈલેક્ટ્રીક કરંટ લાગ્યો નથી. આશ્ચર્યની વાત તો એ છે કે તેને 11000 વોલ્ટ નો આંચકો લાગે તો પણ તેના શરીરમાં તેની અસર થતી નથી. દીપક પણ જોવા માંગે છે કે કરંટનો આંચકો લાગે તો શું થાય પરંતુ તેને કોઈપણ રીતે કરંટ લાગતો નથી.
તેની કેટલીક તસવીરો અને વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે જેમાં તે ખુલ્લા વાયર સાથે કામ કરે છે અને તેને જીવ અડાડે છે પરંતુ તેને કરંટ લાગતો નથી.
તેને આ વાતની જાણ ત્યારે થઈ જ્યારે અકસ્માતે તે ખુલ્લા વાયરને સ્પર્શી ગયો પરંતુ તેને કરંટ ન લાગ્યો ત્યાર પછી તેને સમજાયું કે તેને કરંટની કોઈ અસર થતી નથી. આ બાબતે તો કહે છે કે તે પોતાની જાતને ભાગ્યશાળી માને છે કે તેને કરંટ લાગતો નથી.
આ વાત જ્યારે સામે આવી ત્યારે ડોક્ટરોએ તેના ટેસ્ટ પણ કર્યા પરંતુ તેમાં પણ કંઈ કારણ સામે ન આવ્યું. એક સાથે 500 ઘરને પ્રકાશિત કરી શકે એટલી વીજળીનો કરંટ પણ તેને અસર કરતો નથી. એક વખત તે જ્યારે ઘરનું હીટર રીપેર કરતો હતો ત્યારે તેને ખબર પડી કે તેને કરંટ લાગતો નથી.
દીપક જણાવે છે કે તે પોતાની જીભથી ઈલેક્ટ્રીક વાયરને સ્પર્શે છે છતાં પણ તેને કંઈ થતું નથી એટલું જ નહીં 11000 વોલ્ટ ની હાઈ ટેન્શન લાઈનને પણ તે અડી ચૂક્યો છે પણ તેને કંઈ થયું નથી.