ભારતમાં અનેક ચમત્કારિક મંદિરો આવેલા છે. ભક્તોની માન્યતા છે કે આ મંદિરમાં દર્શન કરવાથી શરીરના રોગ પણ દૂર થઈ જાય છે. આવા જ બે ચમત્કારિક મંદિરો વિશે આજે તમને જણાવીએ જેના વિશે લોકો માને છે કે આ મંદિરમાં દર્શન કરવાથી કેન્સર સહિતની શરીરની બીમારીઓ દૂર થઈ જાય છે.
- મધ્યપ્રદેશમાં આવેલું દંદરોઆ હનુમાન મંદિર
મધ્યપ્રદેશના ભીંડ જિલ્લામાં દંદરોઆ મંદિર આવેલું છે. આ મંદિરમાં હનુમાનજીને ડોક્ટર તરીકે પૂજવામાં આવે છે. ભક્તોની માન્યતા છે કે અહીં બિરાજતા હનુમાન દાદા પોતે ડોક્ટર બનીને ભક્તોનો ઈલાજ કરે છે. અહીં જે પણ વ્યક્તિ દર્શન કરવા આવે છે તેના શરીરની બીમારી દૂર થઈ જાય છે. એક સાધુ શિવકુમાર દાસ હતા જેને કેન્સરની બીમારી હતી તેમણે હનુમાનદાદાના આ સ્વરૂપના દર્શન કર્યા અને પછી તેમની સારવાર કરવામાં આવતા તેની બીમારીથી તેને મુક્તિ મળી ગઈ.
- ચતુરદાસજી મહારાજનું મંદિર
રાજસ્થાનના નાગોર થી 40 કિલોમીટર દૂર ચતુરદાસજી મહારાજનું મંદિર આવેલું છે. આ મંદિરમાં રોજ હજારોની સંખ્યામાં લકવાના રોગી દર્શન કરવા આવે છે. માન્યતા છે કે અહીં લકવો થયો હોય તે દર્દી દર્શન કરવા આવે તો તેની બીમારી દૂર થઈ જાય છે. માન્યતા છે કે 500 વર્ષ પહેલા ચતુર્થ દાસજી જે સિદ્ધ યોગી હતા તેમણે અહીં તપસ્યા કરી હતી અને લોકોને રોગમુક્ત કર્યા હતા.
ત્યારથી આ ભૂમિને પણ ચમત્કારિક ભૂમિ ગણવામાં આવે છે. લખવાનું ઈલાજ કરવા માટે લોકો અહીં આવે છે અને સતત સાત દિવસ સુધી મંદિરની પરિક્રમા કરે છે. મંદિરની પરિક્રમા કરીને દર્દીને એક હવન કરવાનો હોય છે. હવનની ભભૂતિ દર્દીના શરીરે લગાડવામાં આવે છે અને તેનાથી શરીરના રોગ દૂર થઈ જતા હોવાની માન્યતા છે.