આ ભવ્ય ઘરમાં રહે છે રવિન્દ્ર જાડેજા અને રીવા બા… જુઓ ઘરની અંદરની તસવીરો

તાજેતરમાં જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી થઈ અને તેમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ના પત્ની રિવાબા જાડેજા ચર્ચા નો વિષય રહ્યા હતા. રિવાબા જાડેજા પ્રથમ વખત ચૂંટણીમાં ઊભા રહ્યા અને મતદાતા હોય તેમને ખોબલે ખોબલે મત આપીને જીતાડી દીધા છે. પ્રચારથી લઈને પરિણામ સુધી રવિન્દ્ર જાડેજા તેની પત્નીની સાથે જ ઉભેલા જોવા મળ્યા. હવે રિવા બા જાડેજા ધારાસભ્ય બની ચૂક્યા છે.

વાત જ્યારે રિવાબા અને રવિન્દ્ર જાડેજા ની આવે તો તેના ઘરની ચર્ચા ન થાય તેવું ન બને. કારણ કે રીબાબા અને રવીન્દ્ર જાડેજા વૈભવી અને આલીશાન મહેલ જેવા ઘરમાં રહે છે. તેમના ઘરની તસવીરો જોઈને તમને પણ આશ્ચર્ય થઈ જશે. ભારતીય ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને તેમના પત્ની રિવાબા ગુજરાતમાં ખૂબ જ પ્રખ્યાત છે.

જીવનના ઉતાર ચડાવ જોઈને રવિન્દ્ર જાડેજા અને રીવાબા જાડેજા આ સ્ટેજ પર પહોંચ્યા છે.. હવે બંને પોતપોતાની કારકિર્દીમાં સફળતાનો સ્વાદ ચાખી રહ્યા છે. રવિન્દ્ર જાડેજા નો જન્મ 6 ડિસેમ્બર 1988 ના રોજ જામનગર જિલ્લામાં થયો હતો. રવિન્દ્ર એક આર્મી ઓફિસર બનવા માંગતા હતા. પરંતુ ધીરે ધીરે તેમણે ક્રિકેટ તરફ પોતાના કરિયરની શરૂઆત કરી. 2008માં વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં જાડેજાએ 10 વિકેટ ઝડપીને લોકોનું દિલ જીતી લીધું હતું. 17 એપ્રિલ 2016 ના રોજ રવિન્દ્ર અને રીવાબાના લગ્ન થયા. તેમને એક દીકરીની નિધ્યાના પણ છે. રવિન્દ્ર જાડેજા ની કાર નું કલેક્શન પણ લક્ઝરીયસ છે.

જાડેજા પાસે બે ઓડી કાર છે અને 2016 માં જ્યારે તેમના લગ્ન થયા ત્યારે તેના સસરાએ ઓડિ ક્યુ સેવન કર તેને ગિફ્ટ માં આપી હતી. જામનગરમાં રવિન્દ્ર જાડેજા નો ચાર માળનો ભવ્ય બંગલો છે જેનું નામ શ્રી લતા છે. શ્રી લતા તેમના માતાનું નામ છે. આ રોયલ બંગલામાં જાડેજા એ પોતાના માટે જેમ પણ બનાવ્યું છે અને તે કેટલી પ્રેક્ટિસ કરવા માટે બંગલાની પાછળ ગાર્ડન પણ બનાવ્યું છે.

ઘરની સજાવટ રજવાડી સ્ટાઈલની સોફા અને ખુરશીઓ સાથે કરવામાં આવી છે સાથે જ કેટલીક એન્ટિક વસ્તુઓ પણ સજાવવામાં આવી છે. બંગલામાં એક ખાસ રૂમ પણ છે જેમાં જાડેજા ને મળેલી ટ્રોફી અને એવોર્ડ્સ ને રાખવામાં આવ્યા છે.

રવિન્દ્ર જાડેજા ની ઘોળ સવારી અને તલવારબાજીનો પણ શોખ છે. તેમની પાસે છ થી વધુ ઘોડા છે અને તેમણે પોતાના હાથ ઉપર પણ ઘોડાનું ટેટુ કરાવ્યું છે. રાજકોટ ખાતે તેમનું એક રેસ્ટોરન્ટ પણ છે.

Leave a Comment