આ મંદિરની પરંપરા છે વિચિત્ર, માનતા પૂરી થાય એટલે ભક્તો માતાને ચડાવે છે જુતા ચપ્પલ

સામાન્ય રીતે જ્યારે આપણે મંદિરમાં દર્શન કરવા જઈએ છીએ ત્યારે ચપ્પલ બહાર ઉતારી દઈએ છે. આપણે દર્શન કરવા માટે પણ પગમાં ચપ્પલ પહેરતા નથી પરંતુ આજે તમને એક એવા મંદિર વિશે જણાવીએ જ્યાં પોતાની માનતા પૂરી થાય એટલે લોકો જુતા ચપ્પલ માતાજીને ચડાવે છે.

આ મંદિર મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં આવેલું છે. અહીં ડુંગર ઉપર એક મંદિર બનેલું છે જ્યાં ભક્તો પોતાની મનોકામના પૂરી થાય તે માટે માનતા રાખે છે. મંદિરમાં મા દુર્ગા અને સિદ્ધધાત્રી બિરાજે છે. અહીં ટેકરી ઉપર બનેલા મંદિરને લોકો જીજીબાઈના મંદિર તરીકે પણ ઓળખે છે.

ઓમ પ્રકાશ મહારાજે અહીં મૂર્તિની સ્થાપના કરી. અહીં મંદિરમાં લોકો સેવા કરવા પણ આવે છે. માન્યતા છે કે અહીં સેવા કરીને જે પણ મનોકામના રાખવામાં આવે તે પૂરી થાય છે. જ્યારે લોકોની મનોકામના પૂર્ણ થાય છે તો તેઓ અહીં નવા ચપ્પલની જોડી ચડાવે છે.

અહીં ભક્તો માનતા પૂરી થાય ત્યારે ફક્ત ચપ્પલ જ નહીં પરંતુ ચશ્મા, ટોપી, ઘડિયાળ જેવી વસ્તુઓ પણ ચડાવે છે. માતામાં શ્રદ્ધા ધરાવતા ભક્તો વિદેશમાં પણ વસે છે તેઓ પણ વિદેશથી આવી મોંઘી વસ્તુઓ મંદિરમાં ભેટ તરીકે ચડાવે છે.

Leave a Comment